આશારામ વિરૂદ્ધ બળાત્કારનો ખટલો અમદાવાદ કોર્ટમાં ચાલે છે

0
9

જોધપુરના કેસમાં આશારામને આજીવન કેદની સજા થઈ છે
સુરત, તા.૨૬
શહેરની બે પીડિતા દ્વારા આશારામ બાપુ અને તેમના પુત્ર નારાયણ સાંઈ સામે જહાંગીરપુરા પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે આશારામ બાપુ સામેની બળાત્કારની ફરિયાદ ઝીરો નંબરથી અમદાવાદ ચાંદખેડા પોલીસ મથકમાં મોકલી આપી હતી. હાલ આશારામ બાપુ રાજસ્થાન જોધપુર જેલમાં છે. અમદાવાદ ચાંદખેડા પોલીસ મથકના પોલીસ અધિકારીને આશારામ સામે ચાર્જશીટ રજૂ કરી દેતા કેસની ટ્રાયલ ચાલવા પર હોવાનું જાણવા મળે છે.
ચાંદખેડા પોલીસ મથકમાં ઝીરો નંબરથી જહાંગીરપુરા પોલીસ સ્ટેશન મારફતે મોકલાવેલી આશારામ બાપુ વિરૂદ્ધની બળાત્કારની ફરિયાદમાં પોલીસે આશારામ બાપુની જોધપુર જેલમાંથી ધરપકડ કરી તેમનું મેડીકલ એક્ઝામિનેશન પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓને જોધપુર જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. હાલમાં તેમની અમદાવાદ કોર્ટમાં સુરતની પીડિતાના બળાત્કારના મામલે કેસની ટ્રાયલ ચાલુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY