બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રોહીબીશન એક્ટની કડક અમલવારી થાય તે અંગેની સુચના કરવામાં આવેલ હોય જે અંગે એલ.સી.બી. બોટાદના પોલીસ ઇન્સપેક્ટર એચ.આર.ગોસ્વામીની સુચના મુજબ એલ.સી.બી. ના હેડ.કોન્સ. રામદેવસિંહ દેવુભા મોરીને મળેલ ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના હેડ.કોન્સ. ભગવાનભાઇ શામળાભાઇ ખાંભલા, હેડ કોન્સ. લક્ષ્મણદેવસિંહ ચુડાસમા, પો.કો. બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા,હેડ કોન્સ. વનરાજભાઇ વિશૂભાઇ બોરીચા,તરૂણભાઇ દાદુભાઇ ખોડીયા, પો.કોન્સ. જયપાલસિંહ અનિરૂધ્ધસિંહ, પો.કોન્સ.બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા એ બોટાદમાં રહેતા હિરેનભાઇ ગોવીદભાઇ પરમાર પોતાની સ્વીફ્ટ ડિઝાયર ગાડી નંબર GJ.04.AP.1485 માં અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો લઇને બરવાળા થી બોટાદ તરફ આવતા હોય તેને સેંથળી ગામે પકડી પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૩૨ કિ.રૂ.૨૬,૩૪૦ તથા સ્વિફ્ટ ડિઝાયર ગાડી કિ.રૂ. ૨,૫૦,૦૦૦ તથા એક મોબાઇલ કિ.રૂ.૧૦૦૦ તથા રોકડ રૂ. ૭૮૦ કુલ ૨,૭૮,૧૨૦ ના મુદૃામાલ સાથે પકડી પાડી આરોપીની વિરૂધ્ધમાં બોટાદ પો.સ્ટે. ખાતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
તસવીર:વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





