આરોગ્ય ટીમે રસ્તાઓ પર ચિચોડા રાખીને રસનું વેચાણ કરવા મનાઇ ફરમાવી હતી
રાજકોટ,તા.૮
રાજકોટ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરભરમાં ગરમીમાં જાહેર રસ્તાઓ પર શેરડીના રસના ચિચોડા લઇને રસનું વેચાણ કરતા હોય છે, તેવામાં મંગળવારે રાજકોટ મહાનગર પાલીકાની આરોગ્ય ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરી જાહેર રસ્તા પર ઉભા રહેવા મનાઇ ફરમાવી હતી, તેની સામે શેરડીના રસનું વેચાણ કરતાં લોકો ચિચોડા લઇને મનપા કચેરીએ વિરોધ નોંધાવા પહોચ્યા હતા.
આરોગ્ય વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થયને ધ્યાનમાં લઇને અનેક ચેકીંગ કરવામાં આવતું હોય છે.ત્યારે રાજકોટ મહાનગર પાલીકાની આરોગ્ય ટીમ દ્વારા મંગળવારે રાજકોટના જાહેર માર્ગો પર ઉભા રહીને શેરડીના રસનું વેચાણ કરતા ચિચોડા વાળાને તંત્ર દ્વારા જાહેર રસ્તાઓ પર ચીચોડા રાખવાની મનાઇ ફરમાવામાં આવી હતી અને આ અંગે નોટીસ ફટકારવામાં આવી હતી. ત્યારે તેનો વિરોધ નોંધાવા લોકો ચિચોડો લઈને મનપા કચેરી ખાતે પહોંચ્યા હતા અને વિરોધ કરીને ભાજપ વિરૂદ્ધ સુત્રોચાર કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




