અમરેલી,તા.૭
વૈશાખ મહિનો શરૂ થતાં કેસર સહિત કેરીઓની સોડમથી બજારો ધમધમવા લાગે છે ત્યારે આ કેરીના એક આંબાની નવતર માવજત બહાર આવી છે. જેમાં ધારીના દીતલા ગામના ખેડૂતે પોતાના ખેતરમાં એક જ આંબાના વૃક્ષમાં અલગ-અલગ પાંચ કલમો ચડાવતા આજે આંબાનું વૃક્ષ એક પરંતુ કેરીઓ ૧૪ પ્રકારની જોવા મળે છે. ધારી તાલુકાનું દીતલા ગામમાં છે. ર૦ વિધાની ખેતી ધરાવતા ઉગાભાઈ ભટ્ટી આમ તો ઉગાભાઈ ભટ્ટી એક પ્રગતિશીલ ખેડૂત તરીકે આખા અમરેલી જિલ્લાંમાં પ્રખ્યોત છે. પોતાનું વાડીમાં પ વિઘામાં ઉગાભાઈ ભટ્ટીએ આંબાનો બગીચો ઉભો કર્યો છે ને તેમાં એક આંબાના વૃક્ષ પર અલગ – અલગ કલમો ચડાવીને એક જ વૃક્ષ પર આવી છે. ચૌદ પ્રકારની કેરીઓ. આ ૧૪ પ્રકારની કેરીઓના નામ પણ આપે સાંભળ્યા નહી હોય તેવી અલગ અલગ જાતની કેરીઓ આંબાના વૃક્ષ પર લટકી રહી છે.
વૈશાખ મહિનો શરૂ થયો છે ત્યાતરે આ આંબાની કેરીઓ પણ બજારમાં આવશે પણ આ એકજ વૃક્ષ પર ૧૪ પ્રકારની કેરીઓ પકવનાર પ્રગતિશીલ ખેડૂતે ખુટા કલમથી ૧૪ પ્રકારની કેરીઓ વિકસાવી હતી. એક જ આંબાના વૃક્ષપર ૧૪ પ્રકારની કેરીઓની જાત પણ સાવ સાંભળી ન હોય તેવી છે. સાદા આંબાના દેશી વૃક્ષ પર ખુટા મારીને આમ્રપાલી, નીલમ, દશેરી, બેગમ, નિલેશાન, નીલ ફાગુન, સુંદરી, બનારસી લંગડો, કેસર, દાડમીયો, ગુલાબીયો, કનોજીયો, દૂધપેડો અને ખોડી નામની કેરીઓની જાત વિકસાવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



