ડેડિયાપાડામાં પ્રેમીઓ વચ્ચે બ્રેકઅપ બાદ પ્રેમી દ્વારા પ્રેમિકાને સોસીયલ મીડિયા પર બદનામ કરતા ફરિયાદ 

0
68

પ્રેમીએ પ્રેમિકાને મળવા બોલાવી મોબાઇલમાં યુવતીની મરજી વિરૂધ્ધ અશ્લીલ ફોટો પાડી સોસીયલ મીડિયામાં મૂકી બદનામ કરવા ટિપ્પણી કરી હોવાની ફરિયાદ 

રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે ગત તારીખ 20 ફેબ્રુઆરીએ પ્રેમીએ બ્રેકઅપ બાદ પ્રેમિકાને બદનામ કરવા સોસીયલ મીડિયામાં પ્રેમિકાની અશ્લીલ તસવીર મૂકી બદનામ કરતા ફરિયાદ નોંધાવી હતી

ડેડીયાપાડામાં રહેતા યશવર્ધન ઉમેશભાઇ તડવીને ગામની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોય ત્યાર બાદ યુવતીએ પ્રેમસબંધ રાખવાની ના પાડતા યશવર્ધને યુવતીને દબાણપુર્વક દેડીયાપાડા પોસ્ટ ઓફીસ પાસે મળવા બોલાવી જબરદસ્તીથી તેના શરીર પરના કપડા ઉતારી તેના મોબાઇલ ફોનમાં યુવતીની મરજી વિરૂધ્ધ અશ્લીલ ફોટો પાડી માર મારી યુવતીના નામનુ સોસીયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવી તા.11 માર્ચે આશરે સાતેક વાગ્યાના અરસામાં યુવતીને સમાજમાં બદનામ કરવાના ઇરદાથી અશ્લીલ ફોટો અપલોડ કરી તેની નીચે અંગ્રેજી માં call girl for one night stand 3500 rs per night CONTACT લખી યુવતીનું નામ લખી ગુનો કરતા આ બાબતે યુવતીએ ડેડીયાપાડા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે આ મજનુ યુવક વિરુદ્ધ અલગ અલગ કલમો લગાવી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તપાસ ડેડીયાપાડા પીએસઆઇ એસ જે રાઠવા કરી રહ્યા છે.

ગુનાની ખરાઈ કરતા ગુનો મોડો દાખલ થયો છે : પીએસઆઇ રાઠવા 

ડેડીયાપાડા પીએસઆઇ એસ જે રાઠવા એ જણાવ્યું કે ગુનો મોડો દાખલ થવાનું કારણ ફરીયાદી બહેને અગાઉ અરજી આપેલ જે ગુનો સાયબર ક્રાઇમને લગતો હોઇ એલ.સી.બી.તરફ આ ગુનાની (ઇન્સટાગ્રામ એકાઉંન્ટ) ની ખરાઇ કરવા માટે એલ.સી.બી.તરફ મોકલેલ જે ખરાઇ થતા ગુનો દાખલ કર્યો છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY