બોટાદ એલ.સી.બી દ્વારા ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનના ૮ કરોડ ૮૫ લાખના હિરાની વિશ્વાસઘાતના ગુન્હાનો ભાગતો ફરતો આરોપીને ઝડપી પાડવામા આવ્યો

0
228

બોટાદ જીલ્લા પોલીસ અધીક્ષક સજનસિંહ પરમાર  દ્વારા નાસતા ફરતા આરોપી પકડી પાડવા કડક સુચના આપેલ હોય જે અનુસંધાને એલ.સી.બી ના પો.ઇન્સ એચ.આર.ગોસ્વામી ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના હે.કો ભગવાનભાઇ,હે.કો રાકેશભાઇ,હે.કો બળભદ્રસિંહ,હે.કો પ્રવીણસિંહ.હે.કો મયુરસિંહ,પો.કો ક્રીપાલસિંહ,પો.કો અશોકભાઇ તથા ડ્રા.પો.કો કનકસિંહ રાત્રે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન હે.કો ભગવાનભાઇ ખાંભલા ને મળેલ બાતમી આધારે ભાવનગર શહેર ના નીલમબાગ પો.સ્ટેશન ખાતે તા.૧૪/૦૭/૨૦૧૮ ના રોજ ફરીયાદ દાખલ થયેલ કે જેમા ભાવનગર હરીદર્શન એક્ષપોર્ટ પ્રા.લી હીરાની ઓફીસમાંથી તે જ ઓફીસમા હીરા ઉકાળી અને સાફ કરનાર ઘનશ્યામભાઇ મેઘજીભાઇ ચાવડા એ ૨૨૧૦૦.૦૫ કેરેટના હીરા જેની કિંમત રૂપિયા ૮ કરોડ ૮૫ લાખ વિશ્વાસઘાત કરી લઇ ગયેલ હોય જે ગુન્હામા આજદિન સુધી ભાગતો ફરતો આરોપી ઘનશ્યામભાઇ મેઘજીભાઇ ચાવડા ઉ.વ- ૪૧ રહે. ડો.બીપીન બલરના દવાખાના પાસે હરીદર્શન એક્ષપોર્ટ ભાવનગર મુળ ગામ રહે-ટાટમ તા-ગઢડા જી-બોટાદ બોટાદ એસ.ટી ડેપો પાસેથી પકડીને બોટાદ પોલીસ સ્ટેશન ખાતે સોંપી ધોરણસરની કાર્યવાહી કરવામા આવેલ છે

રિપોર્ટર-વિપુલ લુહાર-રાણપુર
મો:-7698030233

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY