ઉપલેટા: ધોરાજી તાલુકાના પાટણવાવ ખાતે આવેલા સુપ્રસિધ્ધ ઓસમ ડુંગર પર માત્રી માતાજીના મંદિરના ઉપરના ભાગે, તળાવના રસ્ટે, બ્રહ્મ ક્ષત્રિય સમાજના ઉતારામાં બહારના માણસો ભેગા મળી તીનપત્તિ રોનપોલીસની હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૪૩ શખ્સોને રૂ.૨.૩૮ લાખની રોકડ સાથે ધરપકડ કરવામાં આવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઓસમ ડુંગર પર બ્રહ્મ ક્ષત્રિય સમાજની વાડીના ઉતારા પાસે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ડીવાય.એસ.પી. જે.એમ.ભરવાડ, પાટણવાવ પોલીસ મથકના નવનિયુક્ત પી.એસ.આઈ. આર.એ. ભોજાણી તથા એન.વી. હરિયાણી, એએસઆઇ પ્રવિણસિંહ, હે.કો. બી.એલ.કાતરીયા, મજબુતસિંહ અને દિવ્યરાજસિંહ સહિતના સ્ટાફે મોડીરાતે જુગાર અંગે દરોડો પાડયો હતો.
જુગાર રમતા ૪૩ શખ્સોને રૂ.૨.૩૮ લાખની રોકડ અને ૪૧ મોબાઇલ સાથે ધરપકડ કરી હતી. જુગાર રમતા રાજકોટ, મેટોડા અને પોરબંદર અગ્રણીઓ, વેપારીઓ અને નબીરાઓનો સમાવેશ થાય છે. આ જુગાર રમતા આરોપીઓમાં રાજકોટના ઢેબર રોડ પરના રમેશ પોપટભાઈ વસોયા, ગોલ્ડન પાર્ક સોસાયટીના પરસોતમ વાઘજીભાઈ રંગાણી, પંચશીલ સોસાયટીના વલ્લભ પોપટભાઈ વસોયા, સ્વામીનારાયણ ચોકના કેતન ચંદ્રકાંતભાઈ પંડયા, સુભાષનગર નંદા હોલ પાસેના ગીરધર રણછોડભાઈ હરસોડા, મેટોડા જીઆઇડીસીના તિર્થરાજ રામલાલ કુશવા, કરૂણા બાબજી બાગ, અંબિકા ટાઉનશીપના મૌલિક જયંતીભાઈ વસોયા, અલય વાટીકાના રાજેશ બચુભાઈ વેકરીયા, હિરેન કાંતીલાલ માકડીયા, મોટામવાના પાર્થ વિનોદભાઈ માવાણી, અજીત હમીરભાઈ વાઢીયા, પટેલ એવન્યુના જયદીપ ભૂપતભાઈ વેકરીયા, રૈયાના રમેશ ગીગાભાઈ મકવાણા, પંચશીલ સોસાયટીના હિતેષ વલ્લભભાઈ વસોયા, અંબીકા ટાઉનશીપના ભરત ઓધવજીભાઈ વેકરીયા, રાજનગરના કાનજી મગનભાઈ પોકર, હસમુખ ઓધવજીભાઈ વેકરીયા, વડવાજડીના બાબુ જીવાભાઈ ચૌહાણ, મેટોડાના મોડભા ભોજભા માણેક, વડવાજડીના રાહુલ નાથાભાઈ રાજાણી, રાહુલ જગેશ્વરભાઈ યાદવ, પરેશ બાબુભાઈ નાડોદ રાજપૂત, રેનીશ ભીખુભાઈ રાજપૂત, જસ્મીન મગનભાઈ ભંડેરી, અમરનગરના આકાશ ચુનિલાલ પાડલીયા, પોરબંદર ખારવાવાડના મેહુલ મોહનભાઈ ગોહેલ, રાજકોટ ‚ડાનગરના રણજીત કાનજીભાઈ વેકરીયા, મોટામવાના વિજય જંયતીલાલ લકકડ, વિદ્યાકુંજના ભાવેશ તુલશીભાઈ બોરસીયા, વડવાજડીના અનુરાગ રામક્રિપાલ પ્રસાદ, વિક્રમ ભૈયાલાલ લુણીયા, સહજાનંદ પાર્કના સંદિપ સવજીભાઈ ગામી, રામનગરના વિવેક ભરતભાઈ મકવાણા, મોટા મવા નિલ તુલશીભાઈ પાનસુરીયા, ખોડીયાર સોસાયટી ના પ્રકાશ છગનભાઈ સખપરીયા, અંબિકા ટાઉનશીપ ના સંજય નાથાભાઈ ગજેરા, સુભાષનગરના પરેશ સવજીભાઈ ગોંડલીયા, અભિષેક મહેશભાઈ સાળુકે, ઈન્દ્રપ્રસ્થનગર ના મહેશ પરસોતમભાઈ વસોયા, મોટા મવા હાર્દિક કિશોરભાઈ સોરઠીયા, મોટા મવાના રોની રમણીકભાઈ સોજીત્રા અને સાંઈનગરના કિરીટ બાબુભાઈ ટોળીયા નામના શખ્સોની ધરપકડ કરી છે. વધુ આગળ તપાસની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
રિપોર્ટર: દિનેશ ચંદ્રવાડિયા – ઉપલેટા
9979291598 7016006334
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




