રાણપુર પોલીસે ૨૫૦ લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો

0
14

૫૦૦૦ નો દેશી દારૂ અને ઇક્કો ગાડી સહીત ૧,૫૫૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો

બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા દારૂ-જુગાર ઉપર કડક હાથે કાર્યવાહી કરવા સુચના આપેલ હોય તથા ના.પો.અધિક્ષક રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ રાણપુર પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઈ- એમ.જે.સાગઠીયા દ્વારા રાણપુર વિસ્તારમાં દારૂ-જુગાર જેવી અસામાજીક પ્રવૃતી અટકાવવા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે.ત્યારે રાણપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. સવજીભાઇ ખેર,પો.કોન્સ.અશોકભાઇ બાવળીયા,પો.કોન્સ.કાળુભાઇ મખાભાઇ ને સંયુક્ત ચોક્કસ બાતમી ને આધારે ગભરુભાઇ ભીખુભાઇ ધાધલ રહે.ચોરવીરા તા.સાયલા,આલકુભાઇ બાબભાઇ ખાચર રહે.નડાળા તા.સાયલા જી.સુરેન્દ્રનગર એક ઇકો ફોરવ્હીલ ગાડીમાં દેશી દારૂ ભરી બોટાદ જીલ્લાની હદમાં આપવા આવતા હોવાની બાતમીને આધારે રાણપુર તાલુકાના અલમપરથી કુંડલી જવાના રસ્તે વોચ ગોઠવતા બંને ઇસમો પોતાની ઇકો ગાડી લઇને આવતા જેને રોકવાનો પ્રયત્ન કરતા કુંડલી તરફ ગાડી લઈને ભાગેલ જેનો પીછો કરી ગાડી પકડી પાડતા બંને જણા ઇક્કો ગાડી મુકીને ભાગી ગયેલ ગાડીમાં તપાસ કરતા તેમાંથી આશરે ૨૫૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.૨૫૦ લીટર દેશી દારૂ જેની કીંમત ૫૦૦૦ તેમજ ઇકો ગાડી કીંમત ૧,૫૦,૦૦૦ કુલ મળી ૧,૫૦૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આમ, રાણપુર પોલીસે બોટાદ જીલ્લામાં આવતો દેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે..

તસવીર:વિપુલ લુહાર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY