નાંદોદના ખામર બસ સ્ટેન્ડ પાસેથી મોંઘીદાટ યામાહા બાઈક આંટો મારવાનું કહી એક વ્યક્તિ ફરાર 

0
34

સુરત જિલ્લાના હથોડા ગામના ઈટોના ભઠ્ઠામાં કામ કરતા બે વ્યક્તિઓ પૈકી એક ઉઠાવગીર યામાહા એફ જેડ લઈ નાસી છૂટ્યો 

યામાહાનો આંટો મારવા જણાવી તેની પાસેની સ્પ્લેન્ડર બાઈક અને સાથી કર્મચારીને ત્યાંજ મૂકી ફરાર 

રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા ખામર ગામના બસ સ્ટેન્ડ પરથી બાઇકનો આંટો મારી આવું છું એમ કહી એક વ્યક્તિ બાઈક લઈને નાસી છૂટ્યો હોવાની ફરિયાદ આમલેથા પો.સ્ટે.માં નોંધાઈ છે .

પ્રાપ્ત માહિતી અનુસાર ખામર ગામમાં રહેતા વિજયભાઇ રમેશભાઇ વા એ આપેલી ફરિયાદ મુજબ એ ખામર ગામના બસ સ્ટેન્ડ નજીક ઉભા હતા એ સમયે તેમને વિશ્વાસ માં લઈ અશ્વીન કાળુભાઇ ડાભી રહે, ઘેટી તા.પાલીતાણા જી, ભાવનગર નામનો એક વ્યક્તિ બીજા એક વ્યક્તિ સાથે આવી વિજયભાઈની યામાહા એફ ઝેડ બાઈક જોઈ બોલ્યો હુ આટો મારીને આવુ છુ તેમ કહી તેની પાસેની સ્પ્લેન્ડર બાઈક અને સાથે આવેલ અન્ય એક મિત્રને ત્યાં મૂકી યામાહા નો આંટો મારવા ગયા બાદ કલાકો સુધી પરત ન આવતા ઘણી તપાસ કરવા છતાં આ વ્યક્તિનો ક્યાંયે પતો ન લાગ્યો જેથી વિજયભાઈ એ આ બાબતે આમલેથા પો.સ્ટે.માં અશ્વિન ડાભી નામના બાઈક લઈ નાસી ગયેલા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.તપાસ આમલેથા પીએસઆઇ એ. એમ.પરમાર કરી રહ્યા છે .

આમલેથા પોલીસના જણાવ્યા મુજબ બાઈક લઈ ભાગેલો વ્યક્તિ સુરત જિલ્લાના હથોડા ગામમાં ઈટોના ભઠ્ઠા માં કામ કરે છે અને તેની સ્પ્લેન્ડર બાઈક જે ત્યાં મૂકી ગયો એ અને તેની સાથે ત્યાં આવેલો વ્યક્તિ પણ હાલ પોલીસ પાસે છે હાલ પોલીસ અશ્વિન ડાભી સાથે આવેલા વ્યક્તિને હથોડા ખાતે તપાસ માટે લઈ ગઇ છે .ત્યારે ત્યાં મૂકી ગયેલ સ્પ્લેન્ડર બાઇક પણ અશ્વિન ડાભીની છે કે એ પણ ક્યાંક થી આ રીતે ઉઠાવી હશે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે .

ચીફ રિપોર્ટર,નર્મદા ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY