પુણામાં ક્રિકેટ મેચના ઝઘડામાં બે મિત્રો પર બેટથી ખૂની હુમલો

0
5

બે મિત્રોને બેટ અને સ્ટમ્પથી ફટકારાયા
સુરત, તા. ૧૦
પુણા ગામમાં ક્રિકેટ મેચનો ઝઘડો ઉગ્ર બન્યો હતો. બે મિત્રો ઉપર સાતેક જેટલા યુવકોએ બેટ-સ્ટમ્પથી જીવલેણ હુમલો કર્યો હતો. પુણા પોલીસે હયાનીકોશિષનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પુણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પુણા ગામ ભૈયાનગર પાસે ગુરૂનગરમાં રહેતા ધવલ બજરંગ ભાર્ગવે આરોપી રાવજા સુરેન્દ્ર પીલાઈ, અશથ, સુરેન્દ્ર, અનંત સુરેન્દ્ર, દસુ, દીપક પટેલ તથા બે અજાણ્યા છોકરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી અને આરોપી વચ્ચે ઝઘડો થતાં આરોપીઓએ સ્ટમ્પ- બેટથી ફરિયાદી ધવલ અને તેના મિત્ર વિશાલ ઉપર હુમલો કરી જીવલેણ ઈજાઓ પહોચાડી નાસી ગયા હતા. આ બનાવ અંગે પો.ઈ. એમ.બી. કીકાણીએ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY