મહીલા મંડળ દ્વારા કેક કાપી ને પાટોત્સવ ની વિશેષ ઉજવણી કરી

બોટાદ જીલ્લાના રાણપુર માં ભાદર નદી ને કાંઠે આવેલા સ્વામિનારાયણ મંદીર નો ત્રીજો પાટોત્સવ ઉજવાયો હતો વિધવાન વડીલ સંતો ની નિશ્રા માં પાટોત્સવ ધામધુમ પુર્વક ઉજવાયો હતો આ પાટોત્સવ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણ ને અભિષેક કરવામાં આવ્યો હતો તથા મહાપુજા,ધ્વજા રોહણ,ભવ્ય અન્નકુટ અને સત્સંગ સભા યોજાઈ હતી જેમાં ધામેધામ થી આવેલા વડીલ સંતો એ હરિભક્તો ને પાટોત્સવ એટલે શુ તેનુ મહત્વ સમજાવ્યુ હતુ અને હરિભક્તો ને રૂડા આશિર્વાદ આપ્યા હતા આ પ્રસંગે વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકુટ સ્વામિનારાયણ ભગવાન ને ધરાવવામાં આવ્યો હતો અને મહા આરતી કરવામાં આવી હતી સાથે મહીલા મંડળ દ્વારા કેક કાપી પાટોત્સવ ની ઉજવણી કરી હતી આ પ્રસંગે રાણપુર સત્સંગ સમાજ ના સત્સંગીઓ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.અનુબેન રાજુભાઈ થોરીયા,હિતેશભાઈ રાવળ,અ.નિ.લાલજીભાઈ સી વઢવાણા પરીવાર વતી મુકુંદભાઈ,પ્રકાશભાઈ રમણલાલ સોની,સંજીવકુમાર સુખલાલ ગદાણી,મહેશકુમાર વ્રજલાલ સોની,મોહનભાઈ શાંતિલાલ મકાણી,મનસુખભાઈ શેખલીયા લાઠીદડ,મનસુખભાઈ સાબવા બોટાદ,અમુલખભાઈ કાનજીભાઇ ખંભાળીયા લાઠીદડ,અરૂણાબેન સુરેશભાઈ સુરત,નરેન્દ્રભાઈ મકાણી,અ.નિ.દિનેશચંદ્ર નારણદાસ સોની,નારણભાઈ પાટડીયા મુંબઈ,દુર્ગેશભાઈ કુન્દભાઈ ચૌહાણ,યોગેશભાઈ સુમનભાઈ ચૌહાણ આ તમામ દાતાઓ પાટોત્સવ ના યજમાન થયા હતા તેમના સહયોગ થી આ પાટોત્સવ નુ સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ જ્યારે મંદીર ના કોઠારી પ્રકાશભાઈ સોની એ જણાવ્યુ કે સ્વામિનારાયણ મંદીર નો આ ત્રીજો પાટોત્સવ છે અતિ ભાવ પુર્વક સંતો મહંતો ની નિશ્રા માં ઉત્સવ ભકતીસભર યોજાયો જેમાં ગઢપુર,લાઠીદડ,સાળંગપુર,લોયા અને કરમડ ગુરૂકુળ ના સંતો પધાર્યા હતા તમામ હરિભક્તો તને.મને.ધને ખુબજ સુખી થાય તેવા રૂડા આશિર્વાદ પાઠવ્યા હતા
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





