બોટાદ જીલ્લાના રાણપુરમાં રૂક્ષમણીબેન અમૃતલા શેઠ સ્કુલ ખાતે રદય રોગનો ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો જેમા અમદાવાદ ના રદય રોગના નિષ્ણાંત ડો.તરૂણભાઈ દવે અને તેમની ટીમ દ્વારા દર્દીઓનુ નિદાન કરવામાં આવ્યુ હતુ જેમાં રદય નો દુખાવો,રદય ના વાલ્વની બિમારી,રદય ના ધબકારા ની તકલીફ,બીપી,ડાયાબીટીસ જેવા રોગો નુ નિદાન કરવામાં આવ્યુ હતુ આ ફ્રી નિદાન કેમ્પ માં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો જ્યારે સારવાળ ની જરૂરીયાત વાળા ગરીબ દર્દીઓને માં કાર્ડ ધરાવતા હોય તેવા દર્દિઓને ફ્રી સારવાર ની વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે રાણપુર ના જાણીતા ડોક્ટર સંજયભાઈ અગોલા,કલ્પેશભાઈ વ્યાસ મેડીકલવાળા,લાલાભાઈ તલશાણીયા,રાજીવભાઈ ગદાણી,ભરતભાઈ ચૌહાણ,રાજુભાઈ નારેચણીયા,પ્રવિણભાઈ ધલવાણીયા ની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





