બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના સુંદરીયાણા ગામે જુગાર રમતા ૯ શખ્સો ને રાણપુર પોલીસે ઝડપી પાડ્યા હતા.આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ રાણપુર તાલુકાના સુંદરીયાણા ગામે પગીવાસમાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીને આધારે બીટ ઈન્ચાર્જ સી.એન.રાઠોડ અને પોલીસ સ્ટાફના હેમુભાઈ જમોડ,ભયલુભાઈ,રાજુભાઈ સહીતના સ્ટાફ દ્વારા સુંદરીયાણા ગામે બાતમીવાળી જગ્યાએ રેઈડ પાડતા 9 ઇસમોને ૭૨૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.ઝડપાયેલા આરોપીમાં ભરતભાઈ પરષોત્તમભાઈ કણઝરીયા, અનીલભાઈ માનસંગભાઈ કોગતીયા,સાગરભાઈ દેવજીભાઈ કણઝરીયા,સરદારભાઈ દીલીપભાઈ કણઝરીયા, સહદેવભાઈ દીલીપભાઈ કણઝરીયા,રણજીતભાઈ ખાવડીયા, અલ્તાફ(ઉર્ફે.મુન્નો) ઈકબાલભાઈ સોલંકી,બહાદુરભાઈ પીઠાભાઈ ખાચર અને લાલાભાઈ બચુભાઈ ગોહીલ આ તમામ વિરૂધ્ધ જુગારધારાનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




