10 દિવસથી ખોદી નાખેલા રોડને લીધે જડેશ્વર મહાદેવ,જૈન ઉપાશ્રય જવા માટે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે
બોટાદ જીલ્લાના રાણપુરમાં પાણીની નવી લાઈન નાખવામાં આવી રહી છે.રાણપુરની વસાણી શેરીમાં પીવાના પાણી ની લાઈન 10 દિવસથી નાખવામાં આવી છે ત્યારે આ પાણીની લાઈન નાખી ને લાઈન ઉપર માટી પુરવામાં નહી આવતા વસાણી શેરીના રહીશોમાં રોષ ફેલાયો છે.આજથી શ્રાવણ મહીના નો પ્રારંભ થયો છે અને આ વસાણી શેરીમાંથી જડેશ્વર મહાદેવ જવાનો એકમાત્ર રોડ છે.આ રોડ ઉપર પાણીની લાઈન નાખી લાઈન ઉપર માટી પુરવામાં નહી આવતા પવિત્ર શ્રાવણ મહીના દરમ્યાન જડેશ્વર મહાદેવ,નિલકંઠ મહાદેવ અને રાણાના ગઢમાં જતા શિવ ભકતો તથા આ રોડ ઉપર જૈન દેરાસર અને જૈન ઉપાશ્રય આવેલો છે.જૈન સમાજમાં અત્યારે ચાતુર્માસ ચાલતો હોવાથી સાધુ,સાધ્વીજી ભગવંત ને પોતાને આહાર લેવા માટે ઓરવા પણ જઈ નથી જેના લીધે જૈન સમાજમાં પણ રોષ ફેલાયો છે.અને નવી પાણીની લાઈન નાખ્યા ને 10 દિવસ વિત્યા છતા પણ હજી સુધી કોઈને એક પણ કનેક્શન આપવામાં આવ્યુ નથી.અને હવે રહીશો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે કનેક્શન આપશે.જ્યારે વસાણી શેરીના નાકે આવેલુ નિલકંઠ મહાદેવ ના દરવાજા સામે જ મસમોટો ખાડો ખોદી નાંખવામાં આવતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે હાલ તો તંત્રની ઘોર બેદરકારી નો સામનો રાણપુર ની પ્રજા કરી રહી છે.હવે જોવુ એ રહ્યુ કે તંત્ર ક્યારે આ પાણીની લાઈન માટે ખોદેલા રોડ નુ કામ પુરૂ કરે છે…
કામ કરવુ હોય તો વ્યવસ્થીત કરો નકર અમારે કંઈ નથી કરવુ:સરપંચ
આ બાબતે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અબ્બાસભાઈ ખલાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે મે પાણી પુરવઠાવાળા સાથે વાત કરી છે અને કીધુ છે કે તમે નાખેલી લાઈન બેસી ગઈ છે.ખાડા સરખા પુરો અને મે એમને પહેલા જ કીધુ તુ કે કામ કરવુ હોય તો વ્યવસ્થીત કરવુ હોય તો જ કરજો નકર અમારે કરાવુ નથી ચોમાસામાં લોકોની ફરીયાદ વધે એ કામ કરવુ નથી.
વરસાદને લીધે કામ બંધ હતુ તાત્કાલિક રીપેરીંગ કરાવવા કહી દીધુ છે:જે.પી.ચુડાસમા
આ બાબતે બરવાળા પાણી પુરવઠા બોર્ડ ના નાયબ કાર્યપાલક જે.પી.ચુડાસમા સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે વરસાદ ના લીધે કામ બંધ હતુ અને જે નવી પાઈપ લાઈન નાખી ત્યા માટી પુરવાની બાકી હોય ત્યા તાત્કાલિક રીપેર કરવાનુ કહી દીધુ છે..
તસવીર:વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




