કોન્ટ્રાક્ટરોની ખેર નહિ..!! નબળા રોડને તોડી ફરી બનાવવા આદેશ

0
27

બોટાદ,તા.૮
બોટાદ નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર ૧માં ડોક્ટર હિતેશ કુકડીયાની હોસ્પિટલથી તુરખા રોડ પર આવેલ શિવ ફર્નીચર સુધીના રૂપિયા ૧૦ લાખના ખર્ચે આર.સી.સી. રોડ બનાવવાનું કામ ભવાની કન્સ્ટ્રકશન દ્વારા કરવામાં આવ્યું હતું. પણ રોડનું નબળું કામ થતી હોવાની વારંવાર ફરિયાદો ચીફ ઓફિસરને લોકો દ્વારા કરવામાં આવતી હતી. જેને લઈ બોટાદ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા આવા નબળા કામો સામે લાલ આંખ કરતા નગરપાલિકાના નબળા કામો કરતા કોન્ટ્રકટરોમાં ફફડાટ મચી જવા પામેલી છે.
વોર્ડ નંબર ૧માં ડોક્ટર હિતેશ કુકડીયાની હોસ્પિટલથી તુરખા રોડ પર આવેલ શિવ ફર્નીચર સુધીના રૂપિયા ૧૦ લાખના ખર્ચે નવો બનતો આર.સી.સી. રોડની ઓચિંતી રૂબરૂ મુલાકાત ચીફ ઓફિસર પાચાભાઈ માળી દ્વારા લેતા લોકોની ફરિયાદને ગંભીરતાથી લઈ આર.સી.સી. રોડ પર ચાલતા કામોની મુલાકાત લેતા ગુણવતા મુજબનું કામ થતું ન હોવાના કારણે તેમજ નબળું અને હલકી ગુણવતા વાળું કામ થતું હોય ચીફ ઓફિસર દ્વારા નબળું કામને લઈ નવો બનેલો રોડ તોડી ફરી પાછો નવો રોડ બનાવવાની સૂચના આપી હતી.
બોટાદ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા કોન્ટ્રકટર દ્વારા આર.સી.સી. રોડમાં ચાલતા નબળા કામોને લઈ લીધેલ નિર્ણય સ્થાનિક લોકોએ આવકારયો હતો. જયારે આ બાબેત ગુજરાત સત્તા દ્વારા બોટાદ ચીફ ઓફિસર ને ખાસ જણાવવા માંગે છે કે બોટાદના આ એક વિસ્તાર માં નહિ પણ આપ રૂબરૂ અન્ય વિસ્તારો માં રૂબરૂ તપાસ કરશો તો મોટાભાગના કામો માં નબળું કામ જોવા મળશે અને જો લીધેલ નિર્ણય તમામ નબળા કામ કરતા કોન્ટ્રકટરો પર લેવામાં આવશે તો એટલું તો ચોકસ કહી શકાય.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY