મુખ્યમંત્રી:ગુજરાત સરકાર તરફથી 108 નવદંપતિને 10.000 રૂપિયાની ભેટ

0
22

સુપ્રસિધ્ધ સાળંગપુર હનુમાનજી મંદીરે સર્વજ્ઞાતિ ના સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં 108 યુગલો એ પ્રભુતામાં પગલા પાડ્યા

સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે તેમના પત્ની અંજલીબેન રૂપાણી પણ ખાસ હાજર રહ્યા

સમગ્ર વિશ્વ માં સુપ્રસિધ્ધ બોટાદ જીલ્લાના સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીરે તૃતીય સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં 108 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા આ સમૂહ લગ્ન માં ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના પત્ની અંજલીબેન રૂપાણી સાથે ખાસ ઉપસ્થિત રહી ને 108 નવદંપતિ ઓને સફળ લગ્નજીવનના આશિર્વાદ આપ્યા હતા વડતાલ ગાદીપતિ આચાર્યશ્રી રાકેશપ્રકાસદાસજી મહારાજ નવદંપતિને આશિર્વાદ આપવા ખાસ ઉપસ્થિત રહ્યા જ્યારે ગુરૂ વિષ્ણુપ્રકાસદાસજી સ્વામી તથા હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા આ સમૂહ લગ્ન નુ આયોજન કરવામાં આવ્યુ હતુ આ સમુહ લગ્ન માં મુખ્યમંત્રી વિજય રૂપાણી ની સાથે ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ,વિધાનસભા ના પુર્વ અધ્યક્ષ રમણલાલ વોરા,શંકરભાઈ વેગડ,એ.એચ.પી.ના મહામંત્રી રણછોડભાઈ ભરવાડ,જીલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી તથા રાજકીય આગેવાનો,સામાજિક આગેવાનો સહીત અનેક સંતો મહંતો ની ઉપસ્થિતી આ સમૂહ લગ્ન યોજાયા હતા મુખ્યમંત્રી વિજય રૂપાણી એ સંબોધન કરતા જણાવ્યુ હતુ કે સમૂહ લગ્નોત્સવ સામાજીક સમરસતા ને પ્રોત્સાહન આપે છે આ ઉપરાંત સમરસતાથી જ સમાજ નો વિકાસ થતો હોય છે સૌના સાથ અને સૌના વિકાસ થી આ સમરસતા ને વધુ ઉપર લઈ જવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી ભારતીય પરંપરામાં લગ્નજીવનને વ્યક્તિ ને વ્યક્તિ સાથે જોડતુ નહી પરંતુ સમગ્ર સમાજને જોડનારુ માધ્યમ ગણવામાં આવે છે રૂષિમુનીઓએ જે લગ્નજીવનની જે અદ્દભુત પરંપરા ગોઠવી છે તેથી લગ્નબાદ વેવાઈ.વેવાણ.માસા.માસી.વગેરે જેવા સંબંધો છે ભારત સિવાયના કોઈ લગ્ન વ્યવહારમાં આવા સંબંધો ઓછા જોવા મળે છે તેમણે વધુમાં કહ્યુ કે સમૂહ લગ્ન ને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ દરેક યુગલ ને 10.000 રૂપિયા અને આયોજક ને 50.000 હજાર રૂપિયા કુલ મળીને 10.80 લાખની રકમ રાજ્ય સરકાર તરફથી સમૂહ લગ્નોત્સવમાં આપવાની જાહેરાત કરી હતી.મુખ્યમંત્રી એ વધુમાં જણાવ્યુ કે આજે સંતો લગ્નો કરાવી સમાજના પૂરક અને પ્રોત્સાહક બન્યા છે આવા કાર્ય બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.તેમણે કહ્યુ કે ભગવાન હનુમાનજી એ આપણા સમાજના આદર્શ દંપતિ ગણાતા રામ અને સીતાના સેવક બની સંસારની શ્રેષ્ઠતા બક્ષી હતી.તેવા હનુમાનજીના ધામમાં મોટા પાયે લગ્નોત્સવ યોજાય છે તે અનુકરણીય પગલુ છે ભગવાન સ્વામિનારાયણે નાનામાં નાના જીવ પ્રત્યે પણ દયા કરૂણા દાખવી હતી તેનુ સ્મરણ કરી કહ્યુ કે સ્વામિનારાયણ ના સંતોએ યુવાનોને શિક્ષિત-દિક્ષિત બનાવવાની સાથે સંસ્કારી બનાવવાનુ અદભુત કાર્ય કર્યુ છે.ભારતીય સમાજમાં લગ્નને સંસ્કાર તરીકે જોવાય છે જીવનની પુર્ણતા તેમા સમાયેલી છે.આપણે એટલે જ લગ્નો પણ ધાર્મિક વિધિવિધાનથી કરીએ છીએ લગ્ન એ માત્ર બે આત્માનુ નહી પણ બે કુટુંબ-બે સમાજ વચ્ચેનુ પણ મિલન છે.સાળંગપુર ખાતેના સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી ની સાથે તેમના પત્ની અંજલીબેન રૂપાણી આવતા સાંખ્યોગી બહેનો દ્વારા અંજલીબેન રૂપાણીનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ મોટા પ્રમાણ માં તમામ 108 દિકરીઓને કરીયાવર આપવામાં આવ્યો હતો.108 બ્રાહ્મણો દ્વારા અલગ અલગ દંપતિને વિધિ કરાવવામાં આવી હતી 50.000 હજાર જાનૈયાઓ માટે ડ્રાઇફુટ હલવો, ગુલાબજાંબુ, ઉંધીયુ, છોલેચણા, ભજીયા,રોટલી,દાલ,ભાત,સલાડ,પાપડ,છાસ નુ ગરમાં ગરમ જમવાનુ બનાવવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમને સફળ બનાવવા મોટી સંખ્યામાં સ્વયંમસેવકો ખડે પગે રહ્યા હતા આ સમૂહ લગ્નનોત્સવ માં દેશ વિદેશ થી હજ્જારો લોકો સાળંગપુર ખાતે ઉમટીપડ્યા હતા…

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY