બોટાદ જીલ્લાના રાણપુરમાં મહેસુલી કર્મચારીઓ તારીખ-19 થી 23 સુધી પાંચ દિવસ સુધી કાળી પટ્ટી બાંધી પોતાની કામગીરી કરશે.ગુજરાત રાજ્યના મહેસુલી કર્મચારી મહામંડળ ના વર્ગ-3 ના કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓ જેવી કે ક્લાર્ક ને નાયબ મામલતદાર નું પ્રમોશન આપવુ,જે જગ્યાઓ ખાલી છે તે ભરવામાં આવે,જે તે જીલ્લામાં તેમને મુકવામાં આવે,નાયબ મામલતદાર ની સિનીયોરીટી ની યાદી ત્યાર કરવી,સાતમાં પગાર પંચ મુજબ બાકી રહેલા ભથ્થા આપવા,રાજ્યમાં 2400 જેટલી નાયબ મામલતદાર ની ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવે તેવી વિવિધ માંગણીઓને લઈને રાણપુરના મહેસુલી કર્મચારીઓ તા-19.8.2019 થી 23.8.2019 સુધી કાળી પટ્ટી બાંધી વિરોધ કરી પોતાની કામગીરી કરશે.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




