બોટાદ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની અધ્યક્ષતા માં સેમિનાર યોજાયો

બોટાદ ખાતે બોટાદ જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી અને બોટાદ નગરપાલિકા દ્વારા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા ના અધ્યક્ષ સ્થાને સુરક્ષા સેમિનાર યોજાયો હતો જેમા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા એ જણાવ્યુ હતુ કે રાત્રી અને દિવસ દરમ્યાન બંધ મકાન,દુકાન,ઓફીસ,બેંક,આંગડીયા પેઢી,ક્રેડીટ સોસાયટી,હીરા ઉદ્યયોગના કારખાના,એ.ટી.એમ,મંદીર જેવી જગ્યાઓ ઉપર તસ્કરો-ઘરફોડ ચોરીના ગંભીર ગુનાઓ ન બને તે માટે સેમિનાર નુ આયોજન કરવામાં આવ્યુ હતુ આ સેમિનારમાં બોટાદ નગરપાલિકા પ્રમુખ મહાસુખભાઈ દલવાડી,બોટાદ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ,ડી.વાય.એસ.પી.નકુમ સાહેબ,ડીવાયએસપી મુધવા સાહેબ, બોટાદ પીઆઇ એન કે વ્યાસ સાહેબ સોલંકી સાહેબ,પી.એસ.આઈ.સગર સાહેબ,ધર્મેન્દ્રભાઈ વડોદરિયા,પ્રતિકભાઇ વડોદરિયા,ભીખુભાઈ વાઘેલા,ચંદ્રકાંત સાવલિયા,વિનુભાઈ શંકરભાઈ ધોળુ સહીત અનેક રાજકીય આગેવાનો તથા બોટાદ નગરપાલિકા સ્ટાફ તથા બોટાદ પોલીસ સ્ટાફ ખાસ હાજરી આપેલ હતી બોટાદ નગરપાલિકા પ્રમુખ તથા બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા ગંભીર ગુનાઓ ને અટકાવવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





