બોટાદ,તા.૯
બોટાદ શહેરના સાળંગપુર રોડ પરના સરકારી ગોડાઉન પાસે સાંજના સમયે શંકરપરાના દલવાડી આઘેડની તીક્ષ્ણ હથિયારોના ઘા મારી સરાજાહેર નિર્મમ હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામેલ છે.
બનાવ અંગે મૃતક દલવાડી આધેડ ડાયાભાઇ દાનાભાઈ ચૌહાણના પુત્ર શૈલેષભાઈ ડાયાભાઈ ચૌહાણ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે બરવાળા તાલુકાના ચુડા ચોકડી ગામના મૂળ વતની અને હાલ બોટાદ શહેરનાં શંકરપરા ખાતે રહેતા મૃતક ડાયાભાઈ દાનાભાઈ ચૌહાણ દલવાડી (ઉંવ-૬૦) રિવવારે સાંજના પડોશી હિંમતભાઈનું ખાતર તેઓની કપલીધાર પાસે આવેલી વાડીએ ઉતારવા ગયા હતા.
સાંજના સમયે કોઈએ સાળંગપુર રોડ અમન ટાવર સરકારી ગોડાઉન પાસે તિક્ષણ હથિયારો વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતાં તાત્કાલિક બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે ડાયાભાઈ દાનાભાઇ ચૌહાણને મૃત જાહેર કર્યા હતા. વધુમાં આ બનાવઅંગે તેઓ ને કોઈની સાથે વાંધો ન હોવાનું જણાવ્યું હતું.આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ ચાલુ છે .આ ઘટનાને પગલે બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં દલવાડી સમાજના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા.બોટાદ શહેરમાં જાણે કે પોલીસનું અસ્તિત્વ ન હોય તેમ ગુનેગારો બેખોફ બની ગયા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



