મુંબઈ,તા.૯
સલમાન ખાન આ મહિનાની શરૂઆતમાં કેનેડા અને યુએસના અમુક શહેરોમાં ટુર કરવાનો હતો. તેમાં તે તેના ફેન્સ સાથે અમુક ખાસ સેશન કરવાનો હતો. હવે સલમાને અનાઉન્સ કર્યું છે કે તેણે આ ટુર કેન્સલ કરી દીધી છે. આ ટુરને હવે આવતા વર્ષે યોજવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ, સલમાન આ ઇવેન્ટમાં સિંગર કમાલ ખાન સાથે જવાનો હતો અને મિકા સિંહ પણ તેમને જોઈન કરવાનો હતો.
સૂત્રોની માહિતી મુજબ મિકાએ પાકિસ્તાનમાં એક લગ્નમાં પર્ફોર્મ કર્યું હતું ત્યારબાદ જે વિવાદ થયો હતો તેને કારણે આ ટુર કેન્સલ કરાઈ છે. મિકાએ ભલે માફી માગી લીધી છે પરંતુ આ મામલો હજુ ઠંડો પડયો નથી. સલમાનની ટીમને લાગ્યું કે ટુરમાં લોકોને કેવો રિસ્પોન્સ મળશે એનો અંદાજો લગાવી શકાય એમ નથી માટે તેમણે શો કેન્સલ કરી દીધો. હાલ સલમાન તેની ફિલ્મ ‘દબંગ ૩’નાં શૂટિંગમાં વ્યસ્ત છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


