બોટાદના ઢાકણીયા પાસે ખાનગી બસના ડ્રાઈવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત

0
145

૪૫ કરતા વધુ મુસાફરોને નાનીમોટી ઈજા

બોટાદ ના ઢાકણીયા પાસે સવારે ખાખુઈ થી સુરત જતી ખાનગી બસના ડ્રાઈવરે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો જેમા મુસાફરી કરતા ૪૫ કરતા વધુ મુસાફરો ને નાનીમોટી ઈજાઓ થઈ હતી.

આ અંગે મળતી માહીતી મુજબ બોટાદ પાસે આવેલ ખાખુઈ ગામે દર પુનમે ઊકાળો પીવડાવવામાં આવે છે અને હજ્જારો લોકો આ ઊકાળો પીવા માટે આવતા હોય છે ત્યારે આજે વહેલી સવારે ખાખુઈ થી સુરત જતી ખાનગી બસના ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો આ અકસ્માત ની જાણ 108 ને તથા પોલીસ ને થતા તાત્કાલિક અકસ્માત સ્થળે આવી પહોચી હતી અને ઈજાગ્રસ્તો ને બોટાદ ની સોનાવાલા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યારે અકસ્માત થયો છે તેવી જાણ આજુબાજુ ના લોકો ને થતા લોકો દોડી આવ્યા હતા અને બસ માથી લોકો ને બહાર કાઢાવવામાં લાગી ગયા હતા..

રિપોર્ટર-વિપુલ લુહાર,બોટાદ

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY