રાણપુરમાં ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે ખાતે ગાંધી-તકતી અનાવરણ કાર્યક્રમ યોજાયો.

0
17

અનેક મહાનુભાવો ની ઉપસ્થિતીમાં બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ના હસ્તે ગુજરાતમાં સૌપ્રથમ ભવ્ય ગાંધી-તક્તી નું અનાવરણ કરવામાં આવ્યુ

બોટાદ જીલ્લાના રાણપુરમાં ઐતિહાસિક ગુજરાતમાં સહુપ્રથમ ગાંધી તક્તી ની સ્થાપના રાણપુર સ્થિત અગ્રગણ્ય ખાદી સંસ્થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે થઈ હતી. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર સ્થિત લોકસંત ક્રાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજી પ્રેરિત તથા આર્થિક-સામાજિક રીતે વંચિત સમાજની બહેનોને સ્વરોજગારી આપવાનું ઉમદા કાર્ય કરતી અગ્રગણ્ય ખાદી સંસ્થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે ગુજરાતમાં સહુપ્રથમ વખત ગાંધી તક્તી’ની સ્થાપના કરવામાં આવી હતી.મહાત્મા ગાંધી, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, મૂકસેવક રવિશંકર વ્યાસ ‘મહારાજ’, ક્રાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજીના રેખા-ચિત્રો તેમજ ઈતિહાસને આલેખતી ગ્રેનાઈટની વિશાળ કલાત્મક તકતીની સ્થાપના આ ખાદી સંસ્થા ખાતે થઈ તેનું સવિશેષ મહત્વ છે. એપ્રિલ 1925માં રાણપુર સુધરાઈ દ્વારા મહાત્મા ગાંધીનું સન્માન કરીને એમને માનપત્ર એનાયત કરાયું હતું. ગાંધીજીનો રાતવાસો હાલની અમૃતલાલ દલપતભાઈ શેઠ હોસ્પીટલમાં હતો. ગાંધીજી સાથે ઝવેરચંદ મેઘાણીની સહુપ્રથમ મુલાકાત પોતાની કર્મભૂમિ રાણપુર ખાતે ત્યારે થઈ હતી. 1931માં ગાંધીજીને સંબોધતું કાવ્ય `છેલ્લો કટોરો ઝેર નો ઝવેરચંદ મેઘાણીએ રચ્યું ને રાષ્ટ્રીય શાયર નું ગૌરવભર્યું બિરૂદ મહાત્માજી પાસેથી પામ્યા. ગુજરાતની એકમાત્ર ઊની ખાદીની સંસ્થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ની સ્થાપના ક્રાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજીની પ્રેરણાથી 26 માર્ચ 1958નાં રોજ થઈ હતી. સર્વધર્મ સમભાવ ધરાવતા સંતબાલજીએ ગાંધી-વિચારો-મૂલ્યોથી પ્રેરિત થઈને ધર્મમય સમાજ રચનારૂપે રાષ્ટ્રવાદ, શિક્ષણ, આરોગ્ય, ખેડૂત-ગોપાલકલક્ષી, ગ્રામ સ્વાવલંબન, ખાદી-ગ્રામોદ્યોગ, સ્વરોજગારી, નારી-જાતિ અને વંચિત સમાજનાં ઉત્થાનની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની જ્યોત જલાવી હતી. 1947માં સંતબાલજી દ્વારા સ્થાપિત `ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ’ (ગુંદી આશ્રમ)ના સર્વપ્રથમ પ્રમુખ મૂકસેવક રવિશંકર વ્યાસ મહારાજ હતા.આ કાર્યક્રમ માં બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ પોતાના પ્રવચનમાં ગાંધીજી ની રસપ્રદ વાતો કરી હતી.ગાંધી-મૂલ્યો-વિચારો-સાહિત્ય વિશે નવી પેઢીને પ્રેરણા આપી હતી સાથે ખાદી ભવનની મુલાકાત પણ લીધી હતી. રાણપુરના લોકગાયક-ભજનિક નરેશભાઈ વાઘેલાએ મહાત્મા ગાંધીને પ્રિય એવાં મેઘાણી-ગીતો થકી સ્વરાંજલિ અર્પણ કરી હતી.આ કાર્યક્રમમાં બોટાદ જીલ્લાના પોલીસ વડા અને સાહિત્ય-પ્રેમી પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, રવિશંકર મહારાજ-સંતબાલજીના નિકટના સાથી અને સહકારી ક્ષેત્ર-ખેડૂત આગેવાન દાજીભાઈ ફલજીભાઈ ડાભી, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ચેરમેન ગોવિંદસિંહ દાજીભાઈ ડાભી, ટેક્ષપીન બેરીંગના માલીક અને જાણીતા ઉદ્યોગપતિ ભુપેન્દ્રભાઈ મકવાણા, નાયબ પોલીસ અધિક્ષક ડો. જે. જે. ગામિત, પોલીસ ઈન્સપેકટર એમ. એમ. દિવાન, રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મુકુન્દભાઈ વઢવાણા,સોની સમાજના આગેવાન પ્રકાસભાઈ સોની,રબારી સમાજના આગેવાન જીવાભાઈ રબારી,ખેડુત આગેવાન પ્રતાપભાઈ ડોડીયા,રાણપુરની તમામ સ્કુલ ના આચાર્ય,વિદ્યાર્થીઓ સહિત વિવિધ ક્ષેત્રોના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.અને આ ઐતિહાસિક કાર્યક્રમ સાક્ષી રહ્યા હતા…

તસવીર:-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY