ઘરકામ માટે સગીરાને બોલાવી સાધુએ દુષ્કર્મ આચરતા ખળભળાટ

0
361

બોટાદ,તા.૨૮
બોટાદનાં બરવાળામાં સાધુએ સાધુતા લજવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. બરવાળાનાં રોજીદમાં સગીરા સાથે સાધુએ દુષ્કર્મ કર્યાની ફરિયાદ સામે આવી છે. ઋષિપ્રસાદદાસજીએ સગીરા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. ઘરકામ માટે બોલાવી સાધુએ સગીરા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. ૪ મહિના પહેલા સતત ૪ દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની વાત પ્રકાશમાં આવી છે. આ મામલે બરવાળા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
બરવાળા તાલુકાનાં રોજીદ ગામે સ્વામિનારાયણ મંદિરનાં સાધુ ઋષિપ્રસાદજી ગુરૂશાસ્ત્રી રામદાસજી સંત દ્વારા ઘરકામ માટે સગીરાને બોલાવીને તેની પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે. તેમણે સગીરાને આશ્રમ તેમજ ઘરનાં કચરા-પોતા કરવા બોલાવી સતત ૪ દિવસ સુધી સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતુ. જા પરિવારને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી મળતા ગભરાયેલી સગીરાએ તેની સાથે દુષ્કર્મ થયાની વાત ઘરે કરી હતી.
સગીરાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તે જ્યારે બજારમાં નીકળતી ત્યારે સાધુ તેની પાછળ આવતો અને કચરા-પોતા કરવા કેમ નથી આવતી તેમ કહીને ધમકાવતો. આ ઘટના અંગે ફરિયાદ નોંધાતા પોલીસે સાધુને પકડવાની કવાયત હાથ ધરી હતી. પોલીસે બુધવારે સાધુ ઋષિપ્રસાદદાસજી ગુરૂશાસ્ત્રી રામદાસજી સંતની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY