ભાજપ નેતા શત્રુધ્નસિંહા બોલ્યા
રાંચી,તા.૨૨
ભાજપ નેતા અને બળવાખોર તરીકે પંકાયેલા પટણાસાહિબના સાંસદ શત્રુધ્નસિંહાએ ત્રણ રાજ્યોમાં મળેલી હારને ભાજપની ભૂલોનું પરિણામ ગણાવ્યું. આ સાથે જ તેમણે કહ્યું કે પાર્ટીએ જો પોતાની ભૂલ સુધારવી હોય તો લાલકૃષ્ણ અડવાણી, યશવંત સિન્હા અને અરુણ શૌરી જેવા નેતાઓને ગળે લગાડવા જાઈએ.
આગામી લોકસભા ચૂંટણીમાં પટણાસાહિબથી ચૂંટણી લડવાના સવાલ પર શત્રુધ્નસિંહાએ કહ્યું કે પરિસ્થિતિ ગમે તે હોય, પરંતુ લોકેશન તે જ રહેશે. એરપોર્ટ પર પોતાના ચિરપરિચિત અંદાઝમાં ખામોશ ડાયલોગ બોલીને તેમણે લોકોને ખુશ પણ કર્યાં. તેમણે રાંચી મુલાકાતને પોતાનો અંગત પ્રવાસ ગણાવ્યો.
બિહારીબાબુએ આ દરમિયાન ભાજપને સલાહ પણ આપી નાખી. તેમણે કહ્યું કે હજુ પણ જાગવા માટે સમય છે. સમર્પણની ભાવનાથી લાલકૃષ્ણ અડવાણી, યશવંત સિન્હા અને અરુણ શૌરીને ગળે લગાવો. તેમણે કહ્યું કે ત્રણેય દિગ્ગજા ભાજપમાં અલગ થલગ પડી ગયા છે. તેમણે પોતાને ભાજપી હોવા પહેલા એક ભારતીય ગણાવ્યાં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




