ગાંધી જયંતી નિમિત્તે રાણપુરમાં ભાલ નળકાંઠા ખાદી ગ્રામોધોગ મંડળ ખાતે ગાંધી વંદના કાર્યક્રમ યોજાયો.
અભેસિંહ રાઠોડ,રાધાબેન વ્યાસ દ્વારા મેઘાણી અને ગાંધી ગીતો રજુ કર્યા.

મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભુમિ એવા રાણપુર ખાતે ગાંધી જયંતી નિમિત્તે સવારે એ.ડી.શેઠ હોસ્પિટલ ખાતે થી ગાંધી ગૌરવ યાત્રા નિકળી હતી જેમા લોક ગાયક અભેસિંહ રાઠોડ,પીનાંકી મેઘાણી,ગોવિંદસંગ ડાભી મુકુંદભાઈ વઢવાણા,રાણપુરના સરપંચ અબ્બાસભાઈ ખલાણી,નરેન્દ્રભાઈ દવે સહીત રાણપુર ની તમામ સ્કુલ ના વિદ્યાર્થીઓ શિક્ષકો જોડાયા હતા.

આ ગૌરવ યાત્રા રાણપુર ભાલ નળકાંઠા ખાદી ગ્રામોધોગ મંડળ ખાતે પહોચી હતી જ્યા મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરીને ગાંધી વંદના ના કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી જેમા લોક ગાયક શ્રી અભેસિંહ રાઠોડ,રાધાબેન વ્યાસ દ્વારા વૈષ્ણવજન તો તેને કહીયે જે પીડપડાઈ જાણે રે જેવા મહાત્મા ગાંધીજી ને પ્રિય ભજનો અને ગાંધી ગીતો રજુ કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યા માં આગેવાનો અને રાણપુર શહેર ના લોકો હાજર રહ્યા હતા આ પ્રસંગે બોટાદ એલસીબીના પીઆઈ ગોસ્વામી સાહેબ ખાસ હાજર રહ્યા હતા આ ગાંધી વંદના રાજ્ય સંગીત નાટક અકાદમી,ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન તથા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોધોગ મંડળ રાણપુરના ગોવિંદસિંહ ડાભી દ્રારા આ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યુ આ ગાંધી વંદના રાણપુર ભાલ નળકાંઠા ખાદી ગ્રામોધોગ મંડળ માં યોજાયો હતો.
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






