બોટાદમાં નવનિયુક્ત એસપી હર્ષદ મહેતાની કામગીરીથી અસામાજીકતત્વોમાં ફફડાટ

0
305

બોટાદ જીલ્લા પોલીસ દ્વારા પ્રોહીબીશન નાબુદી અંગે રાણપુર વિસ્તાર માં સઘન હાથે ચેકીંગ કરતા ૩ કેસ કરવામાં આવ્યા

ભાવનગર પોલીસ મહાનિરીક્ષક શ્રી નરસિમ્હા કોમાર દ્વારા પ્રોહીબીશનની બદીને નેસ્‍ત નાબુદ કરવાની સુચના આપેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના સીધા માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ વિભાગીય પોલીસ અધિકારી ઝેડ.આર.દેસાઈ,એલ.સી.બી./એસ.ઓ.જી.ના પીઆઈ- એચ.આર.ગોસ્વામી,,રાણપુર ના પી.એસ.આઈ-એ.પી.સલૈયા,,પાળીયાદ ના પી.એસ.આઈ-એન.સી.સગર,,ઢસા ના પી.એસ.આઈ-વી.એમ.કામળીયા,,બરવાળા ના પી.એસ.આઈ-આર.કે.પ્રજાપતી,ગઢડા પી.એસ.આઈ ડી.વી.ડાંગર,બી.ડી.ડી.એસ.ના પી.એસ.આઈ-એ.જે.જાડેજા સહીત બોટાદ જીલ્લાનો પોલીસ નો મસ મોટો કાફલા એ રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની બદીને નેસ્‍ત નાબુદ કરવા અંગે અલગ અલગ જગ્યાઓએ બ્રેથ એનલાઇઝરનો ઉપયોગ કરી અલગ અલગ ટીમો દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ જે દરમ્યાન મધુબેન વા/ઓ રાકેશભાઈ ગણેશભાઈ રાઠોડ રહે-રાણપુર છારાનગર,હિંમતભાઈ મનજીભાઈ રાઠોડ મારવાડી રહે-રાણપુર છારાનગર વાળાની વિરૂધ્ધમાં દારૂ પીધેલા નો કેસ કરવામાં આવેલ તથા મકાનમાંથી દેશી દારૂ ૨ લીટર મળી આવતા તેના વિરૂધ્ધમાં અલગ થી કેસ કરવામાં આવ્યો હતો તેમજ સમગ્ર પોલીસ કાફલા સાથે રાણપુર પોલીસ સ્ટેશન ચાર રસ્તે બ્રેથ-એનલાઇઝરનો ઉપયોગ કરી સઘન વાહન ચેકીંગ પણ હાથ ધરવામાં આવેલ હતુ જેમા જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા જાતે હાજર રહી અસરકારક કામગીરી કરાવેલ હતી બોટાદ જીલ્લા નવનિયુક્ત પોલીસ વડા હર્ષદ મહેતા ની કડક હાથે કામગીરી જોઈ રાણપુર પંથક ના લોકો પોલીસ ની આ કામગીરી ને બિરદાવી રહ્યા છે જ્યારે બુટલેગરો અને અસામાજીક તત્વો માં ફફડાટ ફેલાઈ ગયો છે

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY