બે મારૂતી ઝેન વિદેશી દારૂ ભરી હેરાફેરી કરતી ભરૂચ એલ.સી.બી એ ઝડપી

0
683

ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ નાતાલના તહેવાર તથા ૩૧ ડીસેમ્બર અનુસંધાને જીલ્લામાં પ્રોહી ગુનાઓ શોધી કાઢવા આપેલ માર્ગદર્શન તથા ઇન્ચાર્જ પો.ઇન્સ કે.જે.ઘડ્કુ ની સુચના આધારે પો.સ.ઇ. વાય.જી.ગઢવી તથા પો.સ.ઈ.એ.એસ.ચૌહાણ એલ.સી.બી ભરૂચ ની ટીમે બાતમી આધારે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની હેરાફેરી કરતા (૧) મિથુન ઉર્ફે મિતલો કનુભાઈ મકવાણા રહે. લોઢવાડનો ટેકરો ભરૂચ નો એક મારૂતી સુઝુકી ઝેન ગાડી નં.જીજે 06 જેજે 3877 માં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાંડની બોટલ નંગ-૧૯ તથા કિંગ ફીસર સ્ટ્રોગ બીયર ૫૦૦ મી.લી.ના બીયર ટીન નંગ-૪૮ જે બન્ને ની મળી કિ.રૂ૧૭,૭૭૫/- તથા મોબાઈલ નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/- તથા ગાડી કિ.રૂ.૫૦૦૦૦/- મળી કુલ કિ.રૂ.૭૨,૭૭૫/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તથા (૨) મારૂતી સુઝુકી ઝેન ગાડી નં. જીજે 16 એએ 1161 ના ચાલક તથા તેની બાજુમાં બેસેલ ઈસમ જે બન્ને અજાણ્યા ઈસમો તેના કબજાની ગાડીમાં બીયર ના ટીન નંગ-૪૮ તથા ૧૮૦ મી.લી.ના ક્વાટર નંગ-૨૮૩ જે બન્ને મળી કિ.રૂ.૩૩,૧૦૦/- તથા ગાડી કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૮૩,૧૦૦/- ના મુદ્દામાલ પકડી પાડી જેઓની અલગ અલગ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે ભરૂચ શહેર “એ’ ડીવી. પો.સ્ટે. તરફ મોકલી આપેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY