અંકલેશ્વરના સુરવાડી ખાતે વિવિધ પ્રકલ્‍પોનું ઇ-ખાતર્મુહત અને ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો 

0
258

સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલના વરદ હસ્‍તે લોકાર્પણ અને ખાત મહૂર્ત કાર્યક્રમાં ખેલમહાકુંભમાં વિજેતા વિદ્યાર્થીઓને સન્‍માનીત કરાયાસ

રકારી પ્રાથમિક શાળાઓના ૬૫ ઓરડાઓનું લોકાર્પણ કરાયું

ભરૂચ : ગુજરાત રાજયમાં વિવિધ તાલુકામાં શિક્ષણના સવાંગી વિકાસને ધ્‍યાને લઇ સમગ્ર શિક્ષા અભિયાન તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓના ઈ-ખાતર્મુહત અને ઇ-લોકાપણ કાર્યક્રમ સહકાર, રમતગમત યુવા અને સાંસ્‍કૃતિક વિભાગના રાજયકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલના વરદહસ્‍તે યોજવામાં આવ્‍યો હતો.

અંકલેશ્વર તાલુકાના સુરવાડી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સરકારી પ્રાથમિક શાળાઓના ૬૫ ઓરડાઓનું મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું તેમજ આંગણવાડીના ઇ-લોકાર્પણ બાદ હાંસોટ તાલુકાના આકલવાની સ્‍કૂલ, હાંસોટ તાલુકા નેશનલ લેવલનું ગ્રીન યોર સ્‍કૂલ કોન્‍ટેસ્‍ટમાં ભારત લેવલે ૨૦૧૮ ના પ્રથમ વિજેતા બનવા બદલ સન્‍માનીત તેમજ સૂડી પ્રાથમિક  શાળા, આમોદને રાજ્‍ય લેવલનું સ્‍વચ્‍છ વિધાલય પુરસ્‍કાર ૨૦૧૭ માં પ્રથમ આવવા બદલ સ્‍પેશ્‍યલ ખેલ મહાકુંભ રોલર સ્‍કેટિંગ ૨૦૧૮ માં પ્રથમ આવનાર દિવ્‍યાંગ પ્‍લેયર રાજેશ વસાવાને સન્‍માનિત કર્યા હતા. ભરૂચ જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ૩૪ ઓરડાનું ખાતર્મુહત અંદાજે રૂપિયા ૨૯૫.૮૦ લાખનું અને કુલ ૬૫ ઓરડાનું લોકાર્પણ અંદાજે રૂપિયા ૭૦૧.૧૪ લાખ તેમજ ૧ એક આંગણવાડી કેન્‍દ્રનું લોકાપણ અંદાજે રૂ.૫.૯૯ લાખ તથા ૧૭ આંગણવાડી કેન્‍દ્રનું ખાતર્મુહત અંદાજે રૂપિયા ૧૨૪.૦૦ લાખ તેમજ ઝઘડિયા તાલુકાના રાણીપુરા ખાતે રૂ.૧૦૦૫.૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલ સરકારી વિનયન કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.

આ લોકાર્પણ અને ખાત મુહૂર્ત પ્રસંગે ભરૂચના ધારાસભ્‍ય દુષ્‍યંતભાઇ પટેલ, સાંસદ મનસુખભાઇ વસાવા, કલેકટર રવિકુમાર અરોરા, સુરવાડી ગામના સરપંચ, પ્રાથમિક શાળા સુરવાડીના શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ સહિત અંકલેશ્વર શિક્ષણ સમિતિના ચેરમેન ઉપસ્‍થિત રહ્‍યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY