ઍરપોર્ટ આમદલા નહિ પણ રાજપીપળામાં જ બનશે,ભાજપના નેતાઓ કલેકટર સામે ભોંઠા પડ્યા.

0
20

એરપોર્ટ રાજપીપળાથી અન્ય જગ્યાએ ન ખસેડવા રજુઆત કરવા ગયેલા ભાજપ આગેવાનોને કલેકટરે સામો સવાલ કર્યો કે તમને કોણે કહ્યું કે એરપોર્ટ રાજપીપળામાં નથી બનવાનો?

રેલવે લાઈન ચાણોદથી રાજપીપળાના બદલે બારોબાર કેવડિયા જોડવાનો નિર્ણય થયો ત્યારે આ જાગૃતતા બતાવી હોત તો?શું આ રેલવે લાઈનથી રાજપીપળાનો વિકાસ થવાનો ન હતો?:રાજપીપળાની પ્રજાનો એરપોર્ટ માટે રજુઆત કરવા ગયેલા ભાજપ આગેવાનોને સવાલ

રાજપીપળા:નર્મદા જિલ્લાના કેવડીયામાં પીએમ મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ 31મી ઓક્ટોબરે કર્યું હતું.એ બાદ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે રાજપીપળામાં એક ડોમેસ્ટિક એરપોર્ટ વિકસાવવા સરકારે લીલી ઝંડી પણ આપી દીધી,એ માટે ઉચ્ચ અધિકારીઓએ રાજપીપળામાં સર્વે પણ કરી દીધું હતું.એરપોર્ટ બનાવવા માટેની સરકાર તરફથી બધી વિધિ પણ આરંભી દેવાઈ હતી.ત્યાંતો કોઈ પણ જાતની ખાતરી કર્યા વિના નર્મદા જિલ્લા ભાજપના આગેવાનો ઍરપોર્ટ રાજપીપળાથી અન્ય જગ્યાએ ન ખસેડાય એવી લાગણી સાથે નર્મદા જિલ્લા કલેકટરને લેખિતમાં રજુઆત કરવા ગયા હતા.

નર્મદા જિલ્લા ભાજપના આગેવાનોએ જ્યારે પોતાની માંગ સાથેનો પત્ર કલેકટર આર.એસ.નિનામાને જ્યારે આપ્યો એમા લખ્યું હતું કે એરપોર્ટ રાજપીપળાની જગ્યાએ કેવડિયાના આમદલામાં બનવાનો છે એની જગ્યાએ રાજપીપળામાં જ બને તથા રાજપીપળાની જૂની સબ જેલમાં શાકમાર્કેટ બને એવી અમારી માંગ છે.હવે આ રજુઆત વાંચી કલેકટર આર. એસ.નિનામાએ જિલ્લા ભાજપના આગેવાનોને સામો સવાલ કર્યો કે તમને કોણે કીધું એરપોર્ટ રાજપીપળાની જગ્યાએ આમદલા બનવાનો છે,મારી પાસે કોઈ એવી માહિતી હતી.સરકારે હજુ સુધી એવી કોઈ જાહેરાત પણ નથી કરી કે એરપોર્ટ રાજપીપળાથી ખસેડાયો છે,ત્યારે એમને સત્ય હકીકત ખબર પડી.આમ કોઈ પણ જાતની ખાતરી કર્યા વિના રજુઆત કરવા ગયેલા જિલ્લા ભાજપના આગેવાનો કલેકટર સમક્ષ ભોંઠા પડી ગયા હતા.

તો બીજી બાજુ થોડા સમય પેહલા ક્યારે રેલવે લાઈન ચાણોદથી રાજપીપળાના બદલે બારોબાર કેવડિયા જોડવાનો નિર્ણય થયો ત્યારે કેમ આ જિલ્લા ભાજપના આગેવાનોએ કેમ જાગૃતતા ન બતાવી શુ એ રેલવે લાઈનથી રાજપીપળાનો વિકાસ નહોતો થવાનો.કેન્દ્ર અને રાજ્યમાં જ્યારે ભાજપની જ જ સરકાર છે ત્યારે પોતાની જ સરકાર સામે કેમ આવેદનપત્ર આપવાની જરૂર પડી સહિત અનેક પ્રશ્નો શહેરીજનોમાં ઉઠી રહ્યા છે.

■બોક્સ:આ બાબતે રાજપીપળા શહેર ભાજપ મહામંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે અમે રજુઆત કરવા ગયા ત્યારે કલેકટરે અમને કહ્યું કે એરપોર્ટ રાજપીપળામાં જ બનશે.અન્ય જગ્યાએ બનશે એ વાત ઉપજાવી કાઢી છે.રાજપીપળા જૂની સબજેલમાં શાકમાર્કેટ માટેની ફાઈલ સંબંધિત અધિકારીને પહોંચાડી દીધી હોવાનું પણ કલેકટરે જણાવ્યું હતું.

■જ્યારે કલેકટર આર.એસ.નિનામાએ જણાવ્યું હતું કે ભાજપ વાળા કહે છે કે એરપોર્ટ આમદલા જવાનું છે પણ એવું છે જ નહીં.જો અન્ય જગ્યાએ જવાનું હોય તો સરકાર અમને જમીન સંપાદન કરવાનું જણાવે.એરપોર્ટ ઓથોરિટી દરખાસ્ત આપે,ગવર્નમેન્ટ ઓફ ગુજરાતનું આર.એન.બી ડિપાર્ટમેન્ટ સંપાદનની કાર્યવાહી કરતું હોય છે,આવી તમામ પ્રક્રિયાઓ સારું થાય જો એરપોર્ટનું સ્થળ બદલેલું હોય તો,આવું કશું થયું જ નથી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY