મુંબઈ,તા.૨૨
બાગી ટુ જેવી હિટ ફિલ્મોની અભિનેત્રી દિશા પટની મોહિત સૂરીની આગામી ફિલ્મ પણ કરશે એવી વાતો બોલિવૂડની કાકટેલ સર્કિટમાં થઇ રહી હતી.
હાલ દિશા સલમાન ખાનની ભારત ફિલ્મ ઉપરાંત સલમાનને હીરો તરીકે ચમકાવતી સાજિદ નડિયાદવાલાની કીક ટુ ફિલ્મ કરવાની હોવાનું કહેવાય છે. હવે લેટેસ્ટ રિપોર્ટ મુજબ એને મોહિત સૂરીની આગામી ફિલ્મની આૅફર પણ મળી હતી.
આ ફિલ્મ માટે મોહિત સૂરીએ આદિત્ય રોય કપૂરને હીરો તરીકે સાઇન કર્યો હોવાનું કહેવાય છે. લવ રંજન અને જય સેવકરામાણી આ ફિલ્મના સહનિર્માતા હશે. આ ફિલ્મ આ વર્ષમાં ગમે ત્યારે ફ્લોર પર જશે અને આવતા વરસે રિલિઝ કરવાની એના સર્જકોની યોજના છે.
ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રે કહ્યું કે ફિલ્મમાં ગોવાની કથા છે એટલે ગોવામાં મોટા ભાગનું શૂટિંગ થશે. ઉપરાંત અમે મુંબઇમાં પણ એક મોટ્ટો સેટ લગાડાવ્યો છે.
આ ફિલ્મમાં આદિત્ય પહેલીવાર દિશા સાથે ચમકશે. મોહિત અને આદિત્યે ૨૦૧૩ની આશિકી ટુ ફિલ્મ સાથે કરી હતી. એ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર આદિત્યની હીરોઇન હતી. આદિત્ય હાલ કરણ જાહરની મલ્ટિસ્ટાર મેગાબજેટ ફિલ્મ કલંક પણ કરી રહ્યો છે. એમાં આલિયા ભટ્ટ, વરુણ ધવન, સોનાક્ષી સિંહા, સંજય દત્ત અને માધુરી દીક્ષિત ચમકી રહ્યાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


