ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓના માર્ગદર્શન મુજબ ભરૂચ જીલ્લામાં તથા બહારના જીલ્લાઓમાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા જણાવેલ જેથી પોસઇ એ.એસ.ચૌહાણ નાઓની સુચના થી પેરોલ સ્કોડના પો.માણસો આવા ગુનેગારો શોધી કાઢવા ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે જામનગર શહેર ‘એ’ ડીવી. પો.સ્ટે. ગુરનં. ॥ ૮૦૭ /૨૦૧૨ 11035 ક. ૨૦(બી), ૨૯(૧) મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી ઇમ્તિયાઝ ઉર્ફે રાજન અબ્દુલ હક પઠાણ ઉ.વ. ૩૦ રહે.જુની આર.ટી.ઓ.ઓફિસ સામે કાળી તલાવડી ભરૂચનાને ભરૂચ ખાતેથી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચની ટીમે ઝડપી પાડી,કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે આરોપીને ભરૂચ શહેર ‘બી’ ડીવી. પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





