પલવાર માં કોઈપણ વ્યકતીના તથા વસ્તુની કલર બોલપેનથી સ્કેચ તૈયાર કરે છે


આજકાલ આપણુ જીવન એટલુ વ્યસ્ત થઈ ગયુ છે કે જેથી આપણે એ વિચારવાનુ જ ભુલી જઈએ છીયે કે ક્યાંક જીવન જીવવાનુ તો ભુલાઈ નથી ગયુ ને. આવા વ્યસ્ત જીવનમાં પોતાને ગમતી કોઈ પ્રવૃતિ સમય કાઢીને પણ કરવી જોઈએ જેથી જીવન જીવવાનો આનંદ કંઈક અલગ આવે અને વ્યસ્ત કામગીરીનો ભાર પણ ન લાગે. આવુ જ એક વ્યક્તીત્વ છે બોટાદ જીલ્લાના રાણપુર મામલતદાર કચેરી માં રાણપુર ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હેમીશભાઈ એમ ડોડીયા કે જેઓ સુરેન્દ્રનગર થી રાણપુર ટ્રેન માં અપ ડાઉન કરે છે દિવસભર કચેરીની વ્યસ્ત કામગીરી કર્યાબાદ પોતાના ઘરે પરત જવા ટ્રેનની રાહ જોવાના સમયે તથા ટ્રેન માં મળેલ સમય નો ઉપયોગ તેઓના ખીસ્સામાં રહેલ બોલપેન તથા બેગ માં રહેલ સ્કેચબુક માં સ્કેચ કરી સમય પસાર કરે છે.તેઓ હંમેશા પોતાની સાથે સ્કેચબુક રાખે છે.રજાના દિવસોમાં મળતા સમયમાં તેઓ કલર પેન્સિલથી પોર્ટરેટ અન્ય સ્કેચ બનાવે છે.પલવાર માં કોઈપણ માણસ નો તથા અન્ય વસ્તુઓના સ્કેચ બનાવે છે.આમ વ્યસ્ત જીવનમાં પણ સમય કાઢી પોતાને ગમતી પ્રવૃતિ સ્કેચ કરતા રાણપુર ના નાયબ મામલતદાર એક પ્રેરણા રુપ કીસ્સો છે.હેમીશભાઈ એમ ડોડીયા એ આ પ્રકાર ના કાર્યથી લોકો માં જબરજસ્ત લોક પ્રિયતા મેળવી છે
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





