આવી તમામ લારી ગલ્લા વાળાઓ ફૂડ લાઇસન્સ વગર ધંધા કરતા હોય મુખ્ય માર્ગ પરથી હટાવવા માંગ ,નહીતો ઉગ્ર આંદોલનની ચીમકી

રાજપીપળા : નર્મદા જિલ્લા વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગદળના કાર્યકરો પૈકી વીએચપી અધ્યક્ષ નિશિથ ટેલર,બજરંગ દળ સંયોજક પ્રજ્ઞેશ રામી,શહેર પ્રમુખ અંકુર ઋષિ,દુર્ગાવાહીની પ્રમુખ સ્નેહાબેન ઋષિ સહિતના કાર્યકરોએ પાલિકાના ચીફ ઓફિસર અમિતભાઇ પંડ્યાને આવેદન આપી રજુઆત કરી કે રાજપીપળા કાળાધોળા અને એસટી ડેપો સહિતની કેટલીક જગ્યાઓ પર મુખ્ય માર્ગો પર ચાલતી નોનવેજની લારી ગલ્લાઓને માર્ગ ઉપરથી હટાવી અન્યત્ર જગ્યા આપી ખસેડવા તાત્કાલિક પગલાં લેવાય કારણકે રસ્તે ચાલતી આવી લારીઓ પાસેથી જતા આવતા લોકોની લાગણી દુભાય છે અને ધર્મ ભ્રષ્ટ થતો હોવાથી આડેધડ ચાલતી આ લારીઓને હટાવો અને જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું તેવી ધમકી પણ આ આવેદનમાં કરવામાં આવી છે .
સાથે એવી પણ રજુઆત કરાઈ છે કે આ તમામ લારી ગલ્લા વાળાઓ પાસે ફૂડ લાઇસન્સ પણ નથી માટે એક તરફ દબાણ અને નિયમનું ઉલ્લઘન કરી ગેરકાયદેસર ચાલતી આવી લારીઓ મુખ્ય માર્ગો પરથી હટાવી અન્ય જગ્યાએ લઈ જવાય એવી માંગ વીએચપી અને બજરંગદળના કાર્યકરો દ્વારા કરવામાં આવતા પાલિકાના સીઓ એ આ માટે તપાસ કરી યોગ્ય કરવા જણાવ્યું હતું .ચી
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





