રાજપીપળા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની સરાહનીય કામગીરીથી લોકને રાહત 

0
178

આશાપુરી મંદિર પાસે ગટરની તકલીફની ફરિયાદ મળતાજ ખુદ પ્રમુખ જિગીષાબેને વિઝિટ કરી 

 

મામૂલી ગટર કે શૌચાલય જેવી બાબતની ફરિયાદમાં પણ ટિમ સાથે ખુદ પ્રમુખ કે ચીફ ઓફિસરની સીધી દેખરેખ

રાજપીપળા : રાજપીપલા નગરપાલિકા પ્રમુખ જિગીષાબેન ભટ્ટ અને ચીફ ઓફિસર અમિતભાઇ પંયાની કામગીરીથી શહેરની જનતાને ઘણો સંતોષ મળી રહ્યો છે કેમકે નાનામાં નાની ફરિયાદ પર પણ બંને જાતેજ ધ્યાન આપી તાત્કાલિક ફરિયાનું નિરાકરણ લાવવા પ્રયાસ કરે છે .

થોડા દિવસ પહેલાજ મુખ્ય માર્ગ પરના શૌચાલય બાદ વાઘરીવાડની ભૂગર્ભ ગટર જેવી બાબતે ખુદ ચીફ ઓફિસરે ખડે પગે રહી કામગીરી કરાવી હતી ત્યારે બુધવારે આશાપુરી મંદિર ની બાજુની ગટરની તકલીફ બાબતે ત્યાંના એક સ્થાનિક અગ્રણી જનકભાઈ મોદીએ પાલિકા પ્રમુખનું ધ્યાન દોરતા તુરત જિગીષાબેન ભટ્ટ પોતે ત્યાં ગયા અને પાલિકા ટીમને તુરત કામે લગાવી ફરિયાદનું નિરાકરણ લાવવા કામગીરી શરુ કરવામાં આવી હતી આમ નાની કે મોટી ફરિયાદ માં જાતે સીઓ અને પ્રમુખ દ્વારા સ્થળ તપાસ કરી તાત્કાલિક એનો ઉકેલ લવાતા રાજપીપળાની જનતામાં પાલિકાની કામગીરી સરાહનીય હોવાની વાત સંભળાઈ રહી છે.

બોક્ષ :પ્રજાએ પણ પૂરતો સહકાર આપવો જોઈએ : જનક મોદી 

આ બાબતે આશાપુરી ખાતે રહેતા અગ્રણી જનકભાઈ મોદીએ જણાવ્યું કે જો પાલિકા પ્રમુખ તાત્કાલિક અમારે ફરિયાદ પર ધ્યાન આપી જરૂરી પગલાં લેવડાવી તકલીફ દૂર કરતા હોય ત્યારે પ્રજા એ પણ સ્વછતા સહિતની અમુક બાબતે પૂરતો સહકાર આપી પોતાની જવાબદારી સમજવી જોઈએ ત્યારેજ આપણું ગામ સ્વચ્છ અને રોગમુક્ત બનશે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY