મુંબઈ,તા.૩૧
ફિલ્મ અભિનેતા ગોવિંદા અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીને ફિલ્મ છોટે સરકારના ગીત ‘એક ચૂમ્મા તુ હમકો ઉધાર દે દે, બદલેમે યુપી – બિહાર લે લે’ મામલે રાહત મળી ગઈ છે. તેમની સામે ચાલી રહેલ કેસમાં ઝારખંડ હાઈકોર્ટે પાકુડ જિલ્લા અદાલતમાં ચાલી રહેલી કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. આ કેસની આગામી સુનાવણી માર્ચમાં નિર્ધારિત કરવામાં આવી છે.
ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને અભિનેતા ગોવિંદાની ફિલ્મ છોટે સરકારના એક ગીત ‘એક ચૂમ્મા તુ હમકો ઉધાર દે દે, બદલેમે યુપી – બિહાર લે લે’ ના વિરોધમાં વકીલ મોહિની મોહન તિવારી દ્વારા ન્યાયાલયમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેના આધારે અદાલતે બંનેને સમન પાઠવ્યા હતા. પરંતુ સમન છતાં ગોવિંદા અને શિલ્પા શેટ્ટી હાજર નહોતા થયા. ત્યારબાદ અદાલતે બંને સામે વોરન્ટ જારી કર્યુ હતુ.
ગોવિંદા અને શિલ્પાએ પાકુડ જિલ્લા અદાલતના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને નીચલી અદાલતના આદેશને રદ કરવાની અપીલ કરી હતી. આ મામલે સુનાવણી દરમિયાન ગોવિંદાના વકીલે પક્ષ રાખ્યો અને કહ્યું કે આ ગીત માત્ર મનોરંજનના ઉદ્દેશથી છે અને ગીતને માત્ર બંનેએ પડદા પર ફિલ્માવ્યુ છે. આ ગીત બંનેએ ના તો ગાયુ છે અને ના લખ્યુ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



