નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં કથિત ધર્માંતરણની પ્રક્રિયાનો વિરોધ
હિન્દુઓને ભરમાવી જો ધર્માંતરણ કરાવ્યું તો ખેર નથી :VHP
વિશ્વ હિન્દૂ પરિસદ,બજરંગ દળ અને ગ્રામજનો દ્વારા આવા કથિત ધર્માંતરણના કાર્યક્રમોની મંજૂરી નહિ આપવા રજૂઆત.
રાજપીપળા :નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા ખુપર બરસણ ગામે કથિત ધર્માંતરણનો એક કિસ્સો બહાર આવ્યો છે. ડેડીયાપાડાના ગ્રામજનો,વિશ્વ હિન્દૂ પરિષદ,બજરંગ દળે નર્મદા જિલ્લા કલેકટરને આ મામલે રજુઆત કરી એવો આક્ષેપ કર્યો છે કે મિશનરી દ્વારા યોજવા જઈ રહેલા પ્રકટીકરણ મહોત્સવએ કથિત ધર્માંતરણ માટેનો છે.જેથી આ કાર્યક્રમને મંજૂરી નહિ આપવા અને જો અપાશે તો હિન્દૂ સંગઠનો ઉગ્ર આંદોલન ચલાવશે એવી ચીમકી આપતા વિવાદ સર્જાયો છે.ત્યારે હવે તંત્ર દ્વારા આ કાર્યક્રમને મંજૂરી આપવામાં આવે છે કે પછી આ કાર્યક્રમ વગર મંજુરીએ કરવામાં આવે છે તે જોવું રહ્યું .
નર્મદા જિલ્લા કલેકટરને પોતાની રજુઆતમાં ડેડીયાપાડાના ગ્રામજનો,વિશ્વ હિન્દૂ પરિષદ,બજરંગ દળે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે લોભ અને લાલચ આપી મિશનરી દ્વારા ધર્માંતરણ કરી આદિવાસીઓને ગેરમાર્ગે દોરવામાં આવે છે.ભોળા અને અશિક્ષિત આદિવાસીઓમાં અંધશ્રદ્ધાનો ખોટો દાખલો આપી લોકોને ધર્માંતરણ કરવામાં આવે છે.આવા ગંભીર આક્ષેપો સાથે વિશ્વ હિન્દુ પરિષદના સંગઠન આગેવાન સોનજી વસાવા,જિલ્લા પ્રમુખ નિશિથ ટેલર, અજીતસિંહ રાઠોડ, પ્રજ્ઞેશ રામી સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થઇ જિલ્લા કલેક્ટરને રજુઆત કરી હતી.પોતાની આ રજુઆતમાં ડેડીયાપાડા તાલુકાના ખુપર બરસણ ગામે 1 ફેબ્રુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન ત્રીજો પ્રકટીકરણ મહોત્સવનું આયોજનમાં કથિત ધર્માંતરણ કરાઈ રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ લગાવી આ કાર્યક્રમની મંજૂરી નહિ આપવાની માંગ કરાઈ છે. અને ધર્માંતરણ જેવી પ્રવૃત્તિ જો ધ્યાને આવે તો એમની સામે પગલાં લેવાની પણ માંગ કરાઈ છે.આ સાથે ગ્રામજનોએ એવી પણ રજુઆત કરી છે કે કથિત ધર્માંતરણથી ગામડામાં ઝગડા વધ્યા છે.આદિવાસી રીતરિવાજ ભૂલાયા છે.કથિત ધર્માંતરીત વ્યક્તિઓ કુળદેવી યાહા મોગીને માનતા નથી.કુટુંબોમાં સામાજિક વ્યવહારમાં ઝગડા થાય છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




