આગામી લોકસભાની ચુંટણી હવે નજીક છે જેને લઈને દરેક રાજકીય પક્ષોએ ચુંટણીમાં વિજયી બનવા માટે વ્યુહ રચના તૈયાર કરવામાં લાગી ગયા છે તો બીજી બાજુ શનિવારના રોજ બોટાદ જિલ્લામાં 100થી વધુ પોલીસ કર્મચારીઓની એકાએક બદલી કરાતા પોલીસ બેડામાં અનેક પ્રકારના તર્ક-વિતર્ક શરૂ થયા છે.પ્રાપ્ત માહીતી મુજબ ચુંટણીને અનુલક્ષી બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા બોટાદ જિલ્લાનાબોટાદ,બરવાળા,રાણપુર, ગઢડા,ઢસા,પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 100 જેટલા પોલીસ કોન્સ્ટેબલોની જિલ્લામાં જ બદલી કરવામાં આવી છે
રિપોર્ટર-વિપુલ લુહાર,બોટાદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




