નાંદોદના રસેલા પાટિયા પાસે ટ્રકની અડફટે મોતને ભેટેલા અજાણ્યા વ્યક્તિની ઓળખ થાય તો રાજપીપળા પોલીસનો સંપર્ક કરવો 

0
48

રાજપીપલા પોલીસ સ્ટેશનની હદમાં એક રાહદારી અજાણ્યા વ્યક્તિનું મોત ઉ.વ.આશરે ૪૫ જેનું નામ ઠામ જણાઇ આવેલ નથી તેણે શરીરે આછા લીલા કલરનુ સફેદ તથા ઉભા પટ્ટા વાળુ આખી બાયનુ શર્ટ તથા રાખોડી કલરનુ સ્વેટર પહેરેલ છે. તથા કમરે રાખોડી કલરનુ પેન્ટ પહેરેલ છે.અને ઉચાઇ આશરે પાંચ ફૂટની છે. શરીરે મધ્યમ બાધાનો રંગે ઘઉ વર્ણનો તા.૦૧/૦૨/૦૧૯ ના કલાક ૨૨/૦૦ વાગે મોજે રાજપીપલા થી પોઇચા જતા રોડ ઉપર રસેલા ગામના પાટીયા પાસે અજાણ્યા ટૂક ચાલકે પોતાની ટૂક પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મરણ જનાર એક અજાણ્યા રાહદારી પુરૂષને પાછળના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોચાડી સ્થળ ઉપર મોત નિપજાવેલ હોય અને આજુ બાજુના વિસ્તારમાં વારસોની શોધખોળ કરતા મળી આવેલ નથી અને માટે મરણ જનારના વાલી વારસોની માહિતી મળે તો રાજપીપળા પોલીસનો સંપર્ક કરી જાણ કરવી તેમ પોલીસ સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY