નર્મદા જીલ્લાની એક માત્ર વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સમયસર સ્ટાફ ન આવતો હોવાની બુમ

0
31

કેટલાક દર્દીઓની ફરિયાદ બાદ અમે ખુદ તપાસ કરી તો સાંજે ચાર થી છ ખુલતી હોસ્પિટલમાં 4-15 થવા છતાં બારીઓ અને ઓપીડી ને તાળાં જોવા મળ્યા

સમય બાબતે આર એમ ઓ સાથે ટેલિફોનિક વાત કરતા એ ખુદ પણ હાજર ન હતા પરંતુ સમય માટે સ્ટાફનું ધ્યાન દોરવા જણાવ્યું 

રાજપીપળા : ઇન્ચાર્જોના ભરોસે જાણે ઓક્સિજન પર ચાલતી રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં એક બાદ એક લાલીયાવાડી સામે આવે છે જેમાં કેટલાક દર્દીઓની ફરિયાદ બાદ સોમારે સાંજે અે સિવિલ પર પોહ્ચ્યા ત્યારે લઘભગ 4-15 વાગવા છતાં ઓ પી ડી ને તાા લટકતા હતા અને દીઓ ્ટાફ અને ડોક્ટરોની રાહ જોઈ બેઠા હતા ત્યારે આ માટે અમે હોસ્પિટલના આર એમ ઓ ર્ડો.કોઠારીનો સંપર્ક કરવા રયાસ કર્યો પણ એ ખુદ હાજર ન હોય ટેલિફોનિક વાત માં એમને જણાવ્યું કે હું બહાર છું પણ 4-15 થવા છતાં સ્ટાફ હાજર નથી એ બાબતે પૂછતાં ર્ડો.કોઠારી એ હું સ્ટાફનું ધ્યાન દોરીશ એમ કહી બચાવ કર્યો હતો

જોકે દર્દીઓની ફરિયાદ મુજબ ખરેખર આ હોસ્પિટલ માં સમયનું પાલન થતું નથી એમ લાગ્યું ત્યારે ત્યાં મુકેલ હાજરીનું બાયોમેટ્રિક મશીન શું કામનું…? શું આ મશીન સાથે પણ કોઈકે છેડછાડ કરી હશે અને જો મશીન બરાબર કામ કરતુ હોય તો સ્ટાફ મોડો આવવા બાબતે અધિકારીઓએ કેમ પગલાં ન લીધા…? જોકે સાંભળવા મળેલી વાત મુજબ અમુક અધિકારીઓ પણ સમયનું યોગ્ય પાલન નથી કરતા તો અન્ય સ્ટાફને શું કહી શકે…? 

બોક્ષ : જો કોઈ દર્દી સિવિલ ના સમય કરતા પાંચ મિનિટ મોડો પડે તો સાંજે કે કાલે આવજો ટાઈમ પૂરો થઈ ગયો તેમ કહી તગેડી મુકાય છે ત્યારે ખુદ સ્ટાફ દસ પંદર મિનિટ લેટ પડે જેમાં બીમાર દર્દીઓ અટવાય ત્યારે એ કોને ફરિયાદ કરે…? શું આ છે જિલ્લાની વડી સરકારી હોસ્પિટલનું રેઢિયાળ તંત્ર …!? કોણ પગલાં ભરશે કેમકે જવાબદાર અધિકારી પણ ત્યાં મળ્યા નથી ત્યારે રામ રાજમાં પ્રજા સુખી ની માફક ઇન્ચાર્જોના રાજમાં સ્ટાફ સુખીઅને બીમાર દર્દીઓ બિચારા દુઃખી જેવો ઘાટ જોવા મળ્યો.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY