બિહારમાં નક્સલી હુમલોઃ ૧૦ ગાડીઓમાં આગચંપી, ૧૦૦થી વધુ રાઉન્ડ ફાયરિંગ,એકનું મોત

0
7

એક ડઝનથી વધુ લોકો ઈજાગ્રસ્ત
ઔરંગાબાદ,તા.૩૦
બિહારમાં નક્સલીઓએ તાંડવ મચાવ્યું છે. શુક્રવાર રાત્રે ઔરંગાબાદના દેવના ગોડાઉન વિસ્તારમાં નક્સલીઓ દ્વારા થયેલ હુમલામાં ચાર બસ સહિત ૧૦ ગાડીઓમાં આગચંપીની ઘટના સામે આવી છે. આ ઉપરાંત નક્સલીઓએ ફાયરિંગ પણ કર્યું હતું. આ હુમલામાં એમએલસી રાજન સિંહના કાકા નરેન્દ્ર સિંહનું મોત નિપજ્યું છે. નક્સલીઓ દ્વારા થયેલ હુમલામાં લગભગ એક ડઝન જેવા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી અનુસાર, નક્સલીઓએ ટ્રાન્સપોર્ટરના બે મકાનો પર હુમલો કર્યો હતો. તેઓએ ૧૦ નાની-મોટી ગાડીઓમાં આગચંપી કરી હતી. આ ઉપરાંત નક્સલીઓએ સો કરતા પણ વધારે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. આ હુમલા બાદ નક્સલીઓ ઘટના સ્થળથી ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા જ સીઆરપીએફ જવાનો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
ઘટના બાદ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જા કે, હજી સુધી કોઈની પણ ધરપકડ થઈ હોવાની ખબર જાણવા મળી નથી. ઉલ્લેખનીય છે કે, આ જ જગ્યા પર નક્સલીઓએ પાંચ વર્ષ પહેલા પણ હુમલો કર્યો હતો. તે સમયે નક્સલીઓએ ટ્રાન્સ્પોર્ટરના ઘર પર રહેલા તમામ વાહનોમાં આગ લગાવી દીધી હતી. આ હુમલામાં અજીત સિંહ નામના એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY