ચેક રિટર્ન કેસમાં પૂર્વ આચાર્યન છ માસની કેદની સજા,૧૨.૫૦ લાખનો દંડ

0
10

ભાવનગર,તા.૩૦
ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકાનાં સરતાનપુર ગામની શાળાનાં પૂર્વ આચાર્યને ચેક રિટર્ન કેસમાં છ માસની સાદી કેદ અને ૧૨.૫૦ લાખ રૂપિયાનો દંડ કોર્ટે ફટકાર્યો હતો.
મળતી માહિતી મુજબ, તળાજાનાં સરતાનપર બંદરની સરકારી પ્રાથમિક શાળાનાં પૂર્વ આચાર્ય (ઓઘડભાઇ ડાભી) કે જેઓ હાલ જાગધારની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેઓને સરતાનપુરની બ્રાન્ચ શાળાનાં મિત્ર ને આપેલો ચેક રીટર્ન થતા કોર્ટે છ માસની સાદી કેદ અને ચેકની ૧૨.૫૦ લાખની રકમ ભરપાઇ કરવા અને તેમ ન કરે તો વધુ ત્રણ માસની જેલની સજા ફરમાવતો હુકમ કર્યો હતો.
આ કેસની વિગત એવી છે કે, તળાજાનાં સરતાનપર બંદર પ્રાથમિક શાળામાં ૨૦૧૨નાં વર્ષમાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં ઓઘડભાઈ જેરામભાઈ ડાભી પર શિષ્યવૃતિ અને શાળાનાં બાંધકામની રકમ ઓળવી જવાનો આરોપ લાગ્યો હતો. આથી ઓઘડભાઈ ડાભીને એ રકમ ભરવી તાત્કાલિક જરૂરી હતી. નહીંતર શિક્ષણ વિભાગ કડક કાર્યવાહી કરે તેમ હતું. આ પછી, ઓઘડભાઈએ તળાજાની બ્રાંચશાળાનાં એ સમયનાં આચાર્ય અને મિત્ર ભરતસિંહ બહાદુરસિંહ ગોહિલને પોતાના પર આવેલા સંકટની વાત કરેલી. જેને લઈને ભરતસિંહએ ૧૨.૫૦ લાખ ઉછીના આપેલા હતા.
જા કે, આ પછી, એ રકમની વારંવાર ઉઘરાણી કરવા છતાંય પરત કરવાના બદલે ૭.૫૦ અને ૫ લાખ એમ બે ચેક આપેલા હતા.આ બન્ને ચેક બેન્કમાં નાખતા ચેક રીટર્ન થયેલા આ ચેક રિટર્ન થતા કેસ દાખલ કરેલો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY