ત્રણ મહિના બાદ અલ્પેશ જેલમુક્તઃ પાટીદારોનું શક્તિપ્રદર્શન,સરકાર ટેન્શનમાં..!!?

0
8

પાટીદારોએ જેલ બહાર કથિરીયાનું ભવ્ય સ્વાગત કર્યું,યોજી વિશાળ રેલી
મરાઠા સમાજને અનામત મળ્યું અમને પણ મળવું જાઈએ,પોસ્ટર બાય નહી સમાજ કહેશે તે પ્રમાણે નેતૃત્તવ કરીશઃ કથિરીયા
સુરત,તા.૯
પાસ કાર્યકર અલ્પેશ કથીરિયા ૩ મહિનાના જેલવાસ બાદ જામીન પર મુક્ત થયા છે. જેલમુક્તિ સમયે અલ્પેશના પરીવારજનો, ધાર્મિક માલવિયા અને હાર્દિક પટેલ હાજર રહ્યા. આ સિવાય ખૂબ મોટી સંખ્યામાં પાસના આગેવાનો ઉમટ્યા. અલ્પેશનું પરીવારના સભ્યો દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ. અલ્પેશની મુક્તિનાં થોડા જ સમયમાં હાર્દિક પટેલ પણ ત્યાં આવી પહોંચ્યો હતો. અલ્પેશ કથિરિયાના જેલમુક્ત બાદ પાટીદારોએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. અને રસ્તાઓ પર જય સરદાર-જય પાટીદારના નારા લગાવ્યા હતા.
અલ્પેશે ૩ મહિના અને ૨૦ દિવસ પછી જેલની બહાર આવ્યાં પછી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ‘આમ તો ૬ મહિનાની મારી ગણતરી હતી પરંતુ સરકારે ખુબ વહેલી મુક્તિ કરી છે. મરાઠા સમાજને પણ આરક્ષણ મળ્યું છે ત્યારે અમારી લડાઇ પણ વેગવંતી બનશે.મારી વકીલોની ટીમ, પાસની સુરતની ટીમ, હાર્દિક પટેલ, સમગ્ર પાસની ટીમ અને હું ખુબ ખુબ આભાર માનું છુ તે સાથે સરકારનો પણ આભાર માનું છું. તેમણે ગુજરાતની ખુબ મોટી બે યુનિવર્સિટી સાબરમતી અને લાજપોરમાં મારું એડમિશન કરાવ્યું અને ખુબ અભ્યાસ કરવાનો મોકો આપ્યો તે બદલ હું ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટીનો ખુબ ખુબ આભાર માનું છું. અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, ‘આંદોલનમાં પોસ્ટર બોયની વાત નથી, સમાજ કહેશે તે પ્રમાણે નેતૃત્વ કરીશ.
અલ્પેશે આગળ જણાવતા કહ્યું કે, આવનારા દિવસોમાં અમારી ટીમ અને સમાજ ભેગો થઇને આંદોલનને વેગવંતુ બનાવીશું. સરકારે કોઇ માંગણી નથી સ્વીકારવામાં આવી પરંતુ વકીલોએ આ માટે ઘણી મહેનત કરી છે અને કાયદાકીય રીતે હું બહાર આવ્યો છે. ૩ વર્ષથી અમારી મહેનત છે.
તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ રાજનૈતિક પાર્ટીમાં જાડાશે કે નહીં તેનાં જવાબમાં કહ્યું કે, ‘તે આવનારા દિવસોમાં ખબર પડશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY