સુરત, તા.૬
લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જે મુજબ નવેમ્બર મહિનાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ ૨૮મીએ અને તા.૨૯મીના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે. તા.૨૮મીના રોજ સવારે ૧૧ઃ૦૦ વાગ્યે સૂરત જિલ્લા કલેક્ટરશ્રી કોઈ પણ એક તાલુકામાં ઉપસ્થિત રહેશે. જિલ્લા વિકાસ અધિકારી બારડોલીમાં તથા સુરત ગ્રામ્યનાર પોલીસ અધિક્ષક પલસાણા તાલુકામાં મામલતદાર કચેરીમાં યોજાનારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કરશે.
આ કાર્યક્રમના ભાગરૂપે તા.૨૮મીના રોજ સવારે ૧૧.૦૦ વાગે આ અધિકારીઓ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિકત રહેશે. જેમાં સિટી તાલુકામાં નાયબ કલેક્ટર સિટીપ્રાંત અધિકારીશ્રી, માંગરોળ તાલુકામાં નાયબ કલેક્ટર માંડવી પ્રાંત અધિકારીશ્રી, ઓલપાડ તાલુકા ખાતે નાયબ નિયામકશ્રી, સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા(સ્પીપા) સુરત, ચોર્યાસી તાલુકામાં નાયબ કલેકટરશ્રી ઓલપાડ પ્રાંતશ્રી, મહુવા તાલુકામાં નાયબ કલેકટરશ્રી બારડોલી પ્રાંત, કામરેજ તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી(વિકાસ), પલસાણા તાલુકામાં નાયબ કલેકટર કામરેજ પ્રાંત, માંડવી તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી(મહેસૂલ), ઉમરપાડા તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી(પંચાયત), બારડોલી તાલુકામાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સુરતના અધિકારીઓ હાજર રહેશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારોએ દર મહિનાની તા.૧૦મી સુધીમાં તાલુકા કક્ષાએ મામલતદારને તાલુકા સ્વાગત કાર્યક્રમ એમ લખી તથા જિલ્લા કક્ષાના નિકાલ કરવાના કામ માટેની અરજી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મોકલી આપવી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




