ડેડીયાપાડા તાલુકાના કુટીલપાડા ગામે ખાડીના કિનારે ઉભા રહી પાણી પીતા બાળકનો પગ લપસી જતા પાણીમાં ડૂબી ગયો હતો
રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કુટીલપાડા ગામની ખાડી પર પાણી પીવા ગયેલા નાના બાળકનું ડૂબી જતા મોત થયું છે .
પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ 9 મે ના રોજ અર્નીશકુમાર અરવિંદભાઇ વસાવા ઉ.વ.૦૭ રહે. કુટીલપાડા ટેકરા ફળીયુ ગામની ખાડીએ પોતાની બહેન સાથે પાણી પીવા ગયેલ તે વખતે આકસ્મીત રીતે તેનો પગ લપસી જતા ખાડીના પાણીમા પડી જતા ડુબવા લાગતા તેણે બુમાબુમ કરી પરંતુ ત્યાં એ અને એની બહેન સિવાય કોઈ ન હોવાથી બહેન કઈ કરે એ પહેલાજ તે પાણીમાં ગરકાવ થતા ડુબી જવાથી તેનું મોત થયું હોય આ બાબતે ડેડીયાપાડા પોલીસે અ.મોત નોંધી તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




