
૧૦ મીટર એર રાયફલ ટીમ ઈવેન્ટમાં જીત્યો બ્રોન્ઝ મેડલ
જકાર્તા,તા.૧૯
ઇન્ડોનેશિયાનાં પાટનગર જકાર્તામાં રવિવારે ૧૮માં એશિયન ગેમ્સમો પ્રારંભ થઇ ગયો છે. ભારતનાં શૂટર અપૂર્વી ચંદેલા અને નિશાનેબાઝ રવિ કુમારે બ્રોન્ઝ સાથે ખાતું ખોલ્યું છે. આ જોડીએ દેશને એશિયાડમાં સૌપ્રથમ મેડલ અપાવ્યો.આ બંનેની જોડીએ ૪૨૯.૯ સ્કરો કર્યો છે. આ પહેલા અપૂર્વી ચંદેલા અને રવિ કુમારની જોડીએ સવારે ફાઇનલમાં પોતાનુ સ્થાન બનાવ્યુ હતુ. જોકે ૧૦ મીટર એર પિસ્તોલનાં ટીમ વર્ગમાં મનુ ભાકર અને અભિષેક વર્મા ફાઇનલ માટે કવોલોફાઇ કરી શક્યા નહતા.
આ ઇવેન્ટમાં ભારતીય જોડી કવોલિફિકેશન રાઉન્ડમાં કોરિયા પછી બીજા સ્થાન પર રહી હતી. તેઓ ૮૩૫.૩નાં સ્કોર સાથે બીજી શ્રેષ્ઠ ટીમ તરીકે ફાઇનલમાં પ્રવેશ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં ચંદેલા અને રવિ કુમારે મેક્સિકોમાં આયોજીત આઇએસએસએફ વર્લ્ડ કપમાં ટીમ સ્વરૂપે ભાગ લીધો હતો. આ સિવાય ૧૦ મીટર એર પિસ્ટોલ ઇવેન્ટસમાં ભારતનાં મનુ ભાકર અને અભિષેક વર્માં ખૂબ જ પાતળી સરસાઇથી મેડલ ચૂકી ગયા હતા.
આ પહેલા સ્વીમિંગ પુરુષ શ્રેણીમાં શ્રીહરિ નટરાજે ૧૦૦ મીટર બેકસ્ટ્રોક અને સજ્જન પ્રકાશે ૨૦૦ મીટર બટરફલાય શ્રેણીની ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું. ત્યાંજ મહિલા કબડ્ડીમાં ભારતે જાપાનને ૪૩-૧૨થી હરાવ્યું હતું. આ સિવાય મહિલા બાસ્કેટ બોલમાં ભારતને બીજા રાઉન્ડમાં હારનો સામને કરવા પડ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


