એશિયાઈ રમત ૨૦૧૮ઃ ભારતીય મહિલા કબડ્ડી ટિમે જાપાનને ૩ વખત કર્યુ ઓલઆઉટ

0
11

જકાર્તા,તા.૧૯
ભારતીય મહિલા કબડ્ડી ટિમે રવિવારે એશિયાઈ ખેલ ૨૦૧૮માં પોતાના અભિયાનની જોરદાર શરૂઆત કરી. ભારતે જાપાનને ૩૧ અંકોના વિશાળ અંતરથી હરાવ્યા અને મુકાબલો ૪૩-૧૨થી પોતાના નામે કર્યો.
ભારતીય ટિમે અડધા કલાકમાં જાપાનને ત્રણ વખત ઓલઆઉટ કર્યું, જે હરીફાઈની હાઈલાઈટ પોઈન્ટ
પણ સાબિત થઈ. ભારત તરફથી કેપ્ટન પાયલ ચૌધરી, લેફ્ટ ડિફેન્ડર સાક્ષી કુમારી, રણદીપ અને રિતુએ સારુ પ્રદર્શન કર્યું.
ભારતીય ટિમ શરૂઆતથી જ હાવી રહી. ભારતે જોરદાર શરૂઆત કરતા ૪-૦ની લીડ બનાવી હતી. ત્યાર બાદ જાપાને વાપસી કરી અને સ્કોર ૪-૫ કર્યો, પણ અહીં ભારતીય ટિમ અલગ લયમાં ચાલી ગઈ.
અનુભવી ડિફેન્ડર સાક્ષી મલિકે જાપાનને સંપૂર્ણ રીતે દબાણની સ્થિતિમાં લાવી મૂક્યું હતુ. તેનું પરિણામ એ રહ્યું કે જાપાનની ટિમ વાપસી ન કરી શકી અને ભારતે પહેલું હાફ ૧૯-૮થી પોતાના પક્ષમાં કર્યું.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY