બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વિરોધમાં મહારાષ્ટના આદિવાસીઓ, જમીન આપવાથી કર્યો ઈનકાર

0
9

મોદીના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ફટકો…!?
પાલઘર,તા.૨
કેન્દ્રની મોદી સરકારની સૌથી મહત્વાકાંક્ષી યોજનાઓ પૈકી એક મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે એવું કહેવામાં આવી રÌšં છે કે, આ યોજના ઓગસ્ટ-૨૦૨૨ સુધીમાં પૂર્ણ થશે. પરંતુ આ પ્રોજેક્ટ મહારાષ્ટના પાલઘર જિલ્લામાં અટકતો જોવા મળી રહ્યો છે. આનું કારણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન મુદ્દે સ્થાનિક સમુદાયો અને આદિવાસીઓ દ્વારા કરવામાં આવી રહેલો વિરોધ છે. પાલઘર જિલ્લાના ૭૦થી વધુ આદિવાસી ગામોના લોકોએ આ પ્રોજેક્ટ માટે જમીન આપવાનો ઈનકાર કર્યો છે. એટલું જ નહીં, આ વિસ્તારમાંથી પસાર થતા મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે મોટા વિરોધની તૈયારી પણ શરુ કરી છે.દેશના પ્રથમ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ પર જાન્યુઆરી-૨૦૧૯થી કામ શરુ કરવાનું આયોજન છે. અને કેન્દ્ર સરકારે ૫૦૮ કિલોમીટરની લંબાઈ ધરાવતા કોરિડોર માટે આ વર્ષના અંત સુધીમાં જમીન સંપાદન પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરી છે. મુંબઈ અને અમદાવાદને જોડતા આ હાઈસ્પીડ રેલ કોરિડોરનો લગભગ ૧૧૦ કિલોમીટરનો ભાગ મહારાષ્ટના પાલઘર જિલ્લામાંથી પસાર થાય છે. રેલ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, ‘મહારાષ્ટના કેટલાક ભાગમાં અમારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. તેમ છતાં અમે આશા રાખીએ છીએ કે, આ પ્રોજેક્ટ પર કાર્ય પૂર્વ નિર્ધારિત સમયમર્યાદામાં શરુ કરી દેવામાં આવશે. જમીન સંપાદન માટે અમે ખેડૂતોને ૫ ગણા વધુ ભાવ ચૂકવવાની ઓફર કરી રહ્યા છીએ’.
આ પ્રોજેક્ટ માટે ભારતીય રેલવે મહારાષ્ટ અને ગુજરાતમાં ૧૪૦૦ હેક્ટર જમીનનું અધિગ્રહર કરી રહ્યુ છે. આ પ્રોજેક્ટ પર રુપિયા ૧૦ હજાર કરોડનો ખર્ચ થવાની ધારણા છે. રેલવેના અધિકારીએ જણાવ્યું કે, પાલઘર જિલ્લાના કેટલાક ગામોમાં ૨૦૦ હેક્ટર જમીનના સંપાદનને લઈને વિરોધ છે. તેમાંના મોટા ભાગના ગામ આદિવાસી ગામ છે. જ્યાં વિકાસ થયો જ નથી. સ્થાનિક રાજકારણ પણ અહીં વિરોધને પ્રોત્સાહન આપે છે. જ્યારે આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય સ્તરે મહત્વનો છે સાથે જ સ્થાનિક વિકાસ માટે પણ મહત્વનો બની રહેશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY