નવી દિલ્હી,
કેન્દ્રની મોદી સરકારની સૌથી મહત્વકાંક્ષી યોજનામાંથી એક મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના સંદર્ભમાં કહેવામાં આવી રહ્યું છે કે આ યોજના ઓગષ્ટ-૨૦૨૨ સુધી પૂર્ણ કરી લેવામાં આવશે પરંતુ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આ યોજના અટવાઈ પડી છે. આનું કારણ એ છે કે બુલેટ યોજનાના જમીન અધિકરણના મામલા પર સ્થાનિક સમુદાય અને જનજાતિ સમુદાયના લોકો તરફથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાલઘર જિલ્લાના ૭૦ થી વધુ આદિવાસી ગામોના લોકોએ આ યોજના માટે જમીન આપવાનો ઈનકાર કરી દીધો છે. એટલું જ નહીં આ વિસ્તારથી પસાર થનાર મહત્વકાંક્ષી રેલ યોજનાની સામે વિરોધ પ્રદર્શનની શરૂઆત કરી દીધી છે. દેશની પ્રથમ હાઈ સ્પીડ રેલ યોજના પર જાન્યુઆરી ૨૦૧૯થી કામ શરૂ કરવામાં આવનાર છે. સરકારે ૫૦૮ કિલોમીટર લાંબા આ કોરીડોર માટે આ વર્ષના અંત સુધી જમીન અધિગ્રહણ કામગીરી પૂર્ણ કરવાની તૈયારી દર્શાવી છે. મુંબઈ અને અમદાવાદને જાડનાર આ હાઈસ્પીડ રેલ કોરીડોરના આશરે ૧૧૦ કિલોમીટરનો હિસ્સો મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાથી થઈને પસાર થાય છે. રેલવે મંત્રાલયના એક અધિકારીએ વિગત આપતા કહ્યું છે કે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનનો દોર જારી છે પરંતુ આશા છે કે આ પ્રોજેક્ટ પર કામ ટાઈમસર શરૂ થશે. જમીન અધિગ્રહણ માટે ખેડૂતોને સર્કલ રેટ કરતા પાંચ ગણી રકમની ઓફર કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ માટે ભારતીય રેલવે મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી લંબાઈમાં ૧૪૦૦ હેકટર જમીનનું અધિગ્રહણ કરનાર છે. તેના પર ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. પારઘર જિલ્લાના કેટલાક ગામમાં ૨૦૦ હેકટર જમીનના અધિગ્રહણને લઈને વિરોધ છે. આમાંથી મોટાભાગના આદિવાસી ગામડા છે. તેમાં વિકાસની અછત દેખાઈ રહી છે. ૫૦૮ કિલોમીટર લાંબી રેલવે લાઈન પર ૧૨ સ્ટેશન રહેશે. આ રૂટનો ૩૪૯ કિલોમીટરનો હિસ્સો ગુજરાતમાંથી પસાર થશે અને ૧૫૪ કિમીનો હિસ્સો મહારાષ્ટ્રમાંથી પસાર થશે.
S.S.S
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


