સુરત, તા.૧૨
બારડોલી અને વ્યારા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઅોએ એસટી પાસને લગતા નિયમોથી વિરુદ્ધ ખોટા દસતાવેજા બનાવી પાસનો દુરઉપયોગ કરી મુસાફરી કરનારા ૨ વિદ્યાર્થીઅો અને ૧ નોકરિયાત મુસાફર સામે બારડોલી એસટી વિભાગના એટીએસï એ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બારડોલી કોલેજ પાસે ગોવિન્દા આશ્રમ સામે ગવર્નમેન્ટ ક્વાર્ટસના સોનવણે ભાર્ગવ બી તથા વ્યારા – ઉમરાખ કોલેજના પટેલ જીગર બી, વિગેરેઅોએ એસટી વિભાગના પાસને લગતા નિયમોથી ઉપરવટ જઈને ખોટા દસ્તાવેજાના આધારે એસટી વિભાગના બનાવટી, મુસાફરી પાસ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ રતા હતા. ગત તા. ૧૦મી અોક્ટોબરના રોજ રાત્રિના સુમારે ૮ઃ૩૦ કલાકે તેઅો સુરત તરફ આવતા હતા ત્યારે એસટી કંડક્ટરે તેઅોના પાસમાં શંકાઅો ઊભી થઈ હતી અને પાડયો હતો. આ ફોટો પાડયા બાદ વાસ્વામી અમરખ રસ્તામાં જ ઉતરી ગયો હતો. જ્યારે બાકીના બે વિદ્યાર્થીઅોના પાસ કબજે લીધા હતા. બારડોલી એસટી વિભાગના એટીએસ ઈકબાલમદ ઈકબાલ અહમદ દોલાએ બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે આઈપીસી-૪૨૦, ૪૬૫, ૪૬૮, ૪૭૧ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




