લિંબાયત વિસ્તારમાં ચાર ગણા વેરાબીલથી રહીશોએ હોબાળો મચાવ્યો

0
13

સુરત,
લિંબાયત ગોડાદરા વિસ્તારના રહીશોએ ઝોન ઓફિસ પર હોબાળો મચાવ્યો હતો. ગત વર્ષ કરતાં પાલિકા દ્વારા ચાર ગણું વેરાબીલ ફટકારતાં રહીશોએ મોરચો કાઢીને ધરણા પ્રદર્શન કરી રોષ વ્યક્ત કર્યો હતો.
લિંબાયત ગોડાદરા વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશોને મહાનગર પાલિકા દ્વારા વેરાબીલ આપવામાં આવ્યાં હતાં. આ વેરાબીલ ગત વર્ષ કરતાં ચાર ગણું હોવાની ફરિયાદ સાથે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. વધેલા વેરાબીલના વિરોધમાં સ્થાનિક લોકો દ્વારા મોરચો લઈને લિંબાયત ઝોન ઓફિસ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને વેરાબીલની હોળી કરવાની સાથે સાથે ધરણાં પ્રદર્શન કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY